Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રાજ્યમાં પાંચ વર્ષથી ઓછી ફરજ બજાવનાર PSIને ડ્યુટી સિવાયના સમયમાં હથિયાર જમા કરાવવા આદેશ

તાલીમમાં રહેલા પોલીસ અધિકારીને પણ રિવોલ્વર માત્ર પરેડ અને ફાયરીગ પ્રેક્ટિસ સમયે જ સાથે રાખી શકશે

અમદાવાદ : રાજ્યમાં પોલીસકર્મીઓ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ 5 વર્ષથી ઓછી ફરજ બજાવનારા PSIએ ફરજ સિવાયના સમયમાં પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવાનું રહેશે. PSI સાથે રિવોલ્વર રાખી શકશે નહીં. તાલીમમાં રહેલા પોલીસ અધિકારીને પણ રિવોલ્વર માત્ર પરેડ અને ફાયરીગ પ્રેક્ટિસ સમયે જ સાથે રાખવા જણાવ્યું છે.

VVIP અને સંવેદનશીલ બંદોબસ્ત સમયે પોલીસ અધિકારીઓની માનસિક સ્થિતિ ઉપરી અધિકારીઓ તરફથી આપવામાં આવતા ગ્રેડીગ અને સારા ગ્રેડિંગ ધરાવતા અધિકારીઓને જ હથિયાર સાથે ફરજ સોંપવા પોલીસવડા શિવાનંદ ઝાએ આદેશ કર્યા છે. આદેશ પ્રમાણે ફરજ સિવાયના સમયે અધિકારીઓએ સરકારી હથિયાર ફરજિયાત જમાવ કરાવવા, પીઆઈ, પીએસઆઈ અને એએસઆઈ માટે આદેશો જારી કર્યા છે.

પ્રોબેશન અધિકારીઓને હથિયાર ફાળવાશે નહીં માત્ર વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ અથવા પરેડ દરમિયાન જ ફાળવાશે બાદમાં તુરંત જમા કરાવાનું રહેશે. સિવિલ ડ્રેસમાં હથિયાર ખાસ સંજોગોમાં ઉપરી અધિકારીના આદેશ બાદ જ ફાળવાશે. આ ઉપરાંત આદેશોમાં લખાયું છે કે, પાંચ વર્ષ કરતા વધુ સમયગાળો પોલીસ વિભાગમાં ગાળ્યો હોય અને કમાન્ડો તાલીમ મેળવેલ હોય તેવાને વીવીઆઈપી સુરક્ષા દરમ્યાન કમિશ્નર અથવા એસપી કક્ષાના અધિકારીની સૂચના બાદ સરકારી હથિયાર ફાળવી શકાશે.

(1:53 pm IST)