Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સરકારી કચેરીઓમાં સી.એ. પેઢીની સેવા લેવા નવા માપદંડ

સત્તા મંડળો, બોર્ડ નિગમો વગેરે માટે પણ એક સરખા નિયમો

ગાંધીનગર તા. ર૦ : રાજય સરકારે જાહેર સાહસો,  શહેરી વિકાસ, સતા મંડળો અન્ય સરકારી કચેરીઓ વગેરેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ પેઢીની સેવજા લેવા માટે નિમણુંકના માપદંડમાં એકસુત્રતા લાવી દીધી છે. નાણા વિભાગ દ્વારા આ અંગે તા. ૧૬ સપ્ટેમ્બરે વિભાગના સંયુકત સચિવ શ્રી ચંદ્રવદન મેકવાનની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કર્યા છે.

પરિપત્રમાં જણાવાયું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ દ્વારા સ્ટેચ્યુટરી ઓડીટ, ઇન્ટરનલ ઓડીટ, પ્રી. ઓડીટ, કોન્ફરન્ટ ઓડીટ અથવા અન્ય પ્રકારના ઓડીટ સર્ટીફીકેશન અને કમ્પલીશન ની કામગીરી સંભાળવવામાં આવે છે. વિવિધ જાહેર સાહસો, સકારી સંસ્થાઓ દ્વારા જુદીજુદી પ્રક્રિયા દ્વારા તેમજ જુદા જુદા માપદંડોને અનુસરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મની નિમણુંક કરવામાં આવે છે. આથી રાજયના વિવિધ જાહેર સાહસો, શહેરી વિકાસ સતામંડળો, અન્ય સતામંડળો તેમજ વિવિધ સરકારી કચેરીઓ, સંસ્થાઓ, ટ્રસ્ટ, મિશન વગેરેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણુંકના માપદંંડોમાં એક સુત્રતા જળવાય તેમજ યોગ્ય માપદંડો અપનાવવામાં આવે તે હેતુથી નીતિ વિષયક સુચનાઓ બહાર પાડવામાં આવે છે.

ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડીયા દ્વારા બહુહેતુક એમ્પેનલમેન્ટ ફોર્મના આધારે આપવામાં આવતા રેન્કીંગ અને અન્ય માપદંડો મુજબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મની નકકી કરેલ  કેટેગરીઓ નીચે મુજબ છે.

(૧) કેટેગરી - ૧ : આઇસીએઆઇ દ્વારા નકકી કરવામાં  આવેલ રેેન્કીંગ મુજબની કેટેગરી ૧ ફર્મ તેમજ નીચે મુજબના અન્ય માપદંડો (એ) ફર્મની ઓડીટ અને એટેસ્ટેશનની આવક રૂ.૧ કરોડથી વધુ હોવી જોઇએ (બી) ફર્મનો નોંધણી સમયગાળો ઓછામાં ઓછા ર૦ વર્ષ હોવો જોઇએ. વગેરે માપદંડ નકકી કરવામાં આવ્યા છે. (પરિપત્રમાં તેનું વિગતવાર વર્ણન  છે.

પરિપત્રમાં જણવાયુ છે કે (૧) ફર્મની રજીસ્ટર્ડ ઓફિસ ગુજરાતમાં હોવી જોઇએ અને જો રજીસ્ટર્ડ ઓફિસ  ગુજરાતમાં ન હોય તો બે પુર્ણ સમયની શાખાઓ ગુજરાત રાજયમાં ઓછામાં ઓછા ૩ વર્ષથી કાર્યરત હોવી જોઇએ. (ર) જો કોઇ જાહેર સાહસ સંસ્થાને ઓડીટના હેતુ માટે કોઇ ક્ષેત્રની વિશિષ્ટ જરૂરીયાત હોય, દા. ત. બંદરો કે ઉર્જાક્ષેત્રે તો આવા જાહેર સાહસ - સરકારી સંસ્થા દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ સંબંધી ક્ષેત્રના વિશિષ્ટ અનુભવને વધારાના યોગ્યતા માપદંડ તરીકે રાખી શકો.

ઉકત બાબતો સુચનાઓ તમામ પ્રકારના ઓડીટ કામગીરી જેવી કે સ્ટેચ્યુટરી ઓડીટ (સીએજી દ્વારા) થતી નિમણુંક સિવાયની બાબતો) આંતરીક ઓડીટ, પ્રી. ઓડીટ, સાતત્ય ઓડીટ અન્ય તમામ પ્રકારના ઓડીટ સર્ટીફીકેશન તેમજ કોમપ્લાયન્સની કામગીરીને લાગુ પડશે.

રાજયના વિવિધ  જાહેર સાહસો શહેર વિકાસ સતા મંડળો, અન્ય સતામંડળો તેમજ વિવિધ સરકારીક ચેરીઓ, સંસ્થાઓ, ટ્રસ્ટ, મિશન માટે નિયત થયેલ સીએ ફર્મની કેટેગરીથી ઉપરની કેટેગરીના સીએ ફમને નિમણુંક આપી શકશે.

જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સી.એ. ફર્મના કર્મચારી હોય તો તે ફર્મ સાથે ઓછામાં ઓછો એક વર્ષ માટે કર્મચારી તરીકે ફર્મ સાથે  જોડાયેલા હોવા જોઇએ.

જો કોઇ જાહેર સાહસો, શહેરી વિકાસ સત્તા મંડળો અન્ય સત્તામંડળો તેમજ વિવિધ સરકારી કચેરીઓ, સંસ્થાઓ ટ્રસ્ટ મિશનનું નામ આ સાથે સામેલ યાદીમાં ઉલ્લેખ થયેલ ન હોય તો તેને સમકક્ષ સંસ્થા કચેરીની કેટેગરી લાગુ પાડવાની રહેશે.

(1:13 pm IST)