Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મહેસાણાની દૂધસાગર ડેરીની અનોખી ઓફર : ૧૦૦ ખાલી થેલી આપી ૧ થેલી દૂધ લઇ જાવ

૫૦ થેલી આપશો તો ૧ છાશની થેલી મળશે.

મહેસાણા : મહેસાણાની દૂધ સાગર ડેરીએ પ્લાસ્ટક મુક્ત અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં કોઇ ગ્રાહક દૂઘસાગરનાં દૂધની ખાલી ૧૦૦ થેલી પાછી આપે તો તેની સામે નવી ૧ દૂધની થેલી મળશે. જ્યારે ૫૦ થેલી આપશો તો તમને ૧ છાશની થેલી મળશે. જેના કારણે લોકો પ્લાસ્ટકની થેલીઓ જેમતેમ ફેંકશે નહીં. આ અનોખી પહેલથી પ્લાસ્ટક મુક્ત ભારત અભિયાનને વેગ મળશે.

આ અંગે ગ્રાહકોમાં પણ ખુશીની લહેર જાવા મળી રહી છે. ગ્રાહકો માની રહ્યાં છે કે આ અનોખી પહેલથી લોકો પ્લાÂસ્ટકની થેલી જેમતેમ નહીં ફેંકે. ગ્રાહકોમાં ઉત્સાહ છે કે અમે રોજ થેલી લઇએ છીએ તો થોડા જ દિવસોમાં અમારી પાસે ૫૦થી ૧૦૦ થેલીઓ ભેગી થાય છે. તો અમને આ પહેલનો લાભ મળશે અને અમે પ્લાÂસ્ટકની થેલી તેમને પાછી આપીશું.

 

(12:22 pm IST)