Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રાજસ્થાનના વિરોલ ગામે ગેસનો બાટલો લીકેજ થતાં ધાનેરાના બે સહીત ચાર લોકો ગંભીર દાઝ્યા

સંબંધીને ત્યાં ચા પાણી કરવા ગયેલ ત્યારે ગેસનો બાટલો લીકેજ કે ફાટ્યો

ધાનેરા : ધાનેરાના શિવનગરમાં રહેતા અને કપડાં વેચવાનો ધંધો કરતા બે વ્યક્તીઓ રાજસ્થાનના વિરોલ ગામે કપડાં વેચવા ગયા હતા.જ્યાં સંબંધીને ત્યાં ચા પાણી કરવા ગયેલ તે દરમિયાન ગેસનો બાટલો લીકેજ કે ફાટ્યો હતો.આથી આ બે વ્યક્તીઓ સહીત ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમની હાલત ગંભીર હોઈ ધાનેરા ખાતે સરકારી દવાખાને દાખલ કરાયા હતા.

 આ અંગે મળતી વિગત મુજબ ધાનેરા શિવનગરમાં રહેતા સકતાભાઈ ગવારિયા અને તેમના પત્ની વદમીબેન સકતાભાઈ કપડાં વેચવાનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને જેઓ ગતરોજ કપડાની ખરીદી તથા વેચાણ કરવા રાજસ્થાનના વિરોલગામ ગયેલ. ત્યારે વિરોલ ગામના લાઘુસિંગના ઘરે આ બંને જણ ચા પીવા માટે ગયેલ જ્યાં તેમના માટે લાઘુસિંગના પત્ની ચા બનાવતા હતા તે દરમ્યાન ગેસનો બાટલો ફાટતા ત્યાં હાજર ચારે જણ દાઝ્યા હતા.આથી તેમને ધાનેરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં સક્તભાઈ,વદમીબેન,નેતુબેન લાઘુસિંગ અને અનીલકુવર લાઘુસિંગ દાઝી ગયા હતા.

(12:19 pm IST)