Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વલસાડ પંથકના વન સંરક્ષક ૧૦ લાખના લાંચના છટકામાં સપડાયા

મહેસુલ અને પોલીસ તંત્ર જેવા ખાતાઓમાં ફકત લાખોની લાંચ બેધડક રીતે માંગણી થાય છે તેવું નથી હવે ફોરેસ્ટ વિભાગમાં પણ અ-ધ-ધ લાંચની માંગણી : વન સંરક્ષક જીગર રાજપુત ને એસીબીએ રંગે હાથ ઝડપી લીધાઃ ફોરેસ્ટર ધર્મેન્દ્રસિંહ ચાવડા ગંધ આવી જતા નાસી છૂટયાઃ એસીબી વડા કેશવકુમારનું અભિયાન આગળ વધ્યું

રાજકોટ, તા., ૨૦:  છેલ્લા ઘણા સમય થયા સરકારના ચોક્કસ વિભાગો માફક પોલીસ તંત્રમાં  પણ ૮ અને ૧૦ લાખથી લઇ એક-એક કરોડ સુધીની લાંચ માંગવાના કિસ્સાઓમાં ચોંકાવનારો વધારો થઇ રહયાનું તારણ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળની રાજયભરના યુનીટો દ્વારા ગોઠવાયેલ વિવિધ છટકાઓ આધારે કાઢવામાં આવવા સાથે ફોરેસ્ટ વિભાગમાં પણ ૧૦-૧૦ લાખની  લાંચો મંગાતી હોવાનું બહાર આવતા સતાવાળાઓ ચોંકી ઉઠયા છે.

સૌ પ્રથમ સુરતની ઘટનાની વાત કરીએ તો સુરતના સરથાણા પોલીસ મથકમાં જે તે સમયે પીઆઇ તરીકે ફરજ બજાવતા એન.ડી.ચૌધરી સહિતના સ્ટાફે કામરેજ વિસ્તારમાં ગેરેજ ધરાવતા અને આરટીઓની આંખમાં ધૂળ નાખી પરમીટનું કૌભાંડ ચલાવતા  એક ગેરેજ સંચાલક પકડાઇ જતા સમગ્ર મામલો ભીનુ સંકેલવા માટે તેઓની પાસેથી સૌ પ્રથમ એક કરોડની લાંચ મંગાયાનો આરોપ એસીબી સમક્ષની ફરીયાદમાં થયેલ. જો કે આરોપી પોલીસ ઇન્સ્પેકટરે એક કરોડના બદલે ૩૦ લાખમાં ડીલ નકકી કરી હતી. એસીબીએ છટકુ ગોઠવી પકડી પાડેલ.

ઉકત ઘટના બાદ આરોપી નાસી છુટેલ અને તેમને ભાગેડુ જાહેર કરાયેલ અને સુપ્રિમ કોર્ટ સુધી રાહત ન મળતા હાજર થઇ ગયેલા.

બીજા કિસ્સાની વાત કરીએ તો તાજેતરમાં જ ધોરાજી અદાલતે જેઓ સામે બીન જામીન લાયક વોરંટ કાઢયું છે તેવા જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડે પોતાના પોલીસમેન વિશાલ સોનારા મારફત ૮ લાખની લાંચ માંગ્યાના આરોપસરની ફરીયાદ એસીબી સમક્ષ થતા એસીબીએ મજકુર પોલીસમેનને ઝડપી લીધેલ. ઉકત ઘટના બાદ જેમની મદદગારી બહાર આવેલ તેવા ડીવાયએસપી જે.એમ.ભરવાડ સામે આકરી કાર્યવાહી કરવા એસીબી વડા કેશવકુમારે કમર કસી છે.

ત્રીજી ઘટના તો ગઇકાલની જ છે. આ ઘટનાના ફરીયાદીને ઓપ્ટીકલ ફાઇબર ટેબલ નાખવાની સરકારે મંજુરી આપેલ. આવી મંજુરી ફોરેસ્ટ ખાતામાંથી પ્રોડેકટેડ/નોન પ્રોડેકટેડ ફોરેસ્ટની મંજુરી મેળવવા માટે વલસાડ ખાતે અરજી કરતા આ ગુન્હાના આરોપી ફોરેસ્ટર ધર્મેન્દ્રસિંહ ચાવડા તથા વન સંરક્ષક જીગર રાજપુત દ્વારા રૂ. ૧૦ લાખની લાંચની માંગણી કરવામાં આવેલ. એસીબી પીઆઇ એચ.બી.ગામેતી (ઇન્ચાર્જ વડોદરા ગ્રામ્ય) દ્વારા વડોદરા એકમના મદદનીશ નિયામક  ડી.જે.પંડયાના સુપરવીઝનમાં કાર્યવાહી કરી હતી.

(12:09 pm IST)