Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સાવધાન : સુરત RTOએ એક વર્ષમાં 1000થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કર્યા

સુરતમાં રોજ 250 નવી અરજી: સવારથી જ વીજળી ગુલ થઈ જતા કામ ટલ્લે ચઢી ગયુ

સુરત RTOમાં છેલ્લા 1 વર્ષમાં 1000થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. વિવિધ કારણોસર સુરત RTOએ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે.

 

  ભયજનક રીતે વાહન ચલાવતા પકડાયા હોય તેવા વાહનચાલકોના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.
ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

વર્ષ 2018-19માં 1003 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 2019માં અત્યાર સુધી 498 લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે.

  સુરત RTOમાં દરરોજ 600 લાયસન્સ નીકળે છે. દરરોજ RTOને 250 જેટલી નવી અરજીઓ મળે છે લાયસન્સ માટે સવારથી જ લોકો લાઈનોમાં લાગી જાય છે.

  સુરતમાં એક તરફ અરજદારોની કતારો લાગી છે અને સવારથી જ વીજળી ગુલ થઈ જતા કામ ટલ્લે ચઢી ગયુ હતુ. RTO કચેરીમાં કામકાજ ખોરવાતા લોકો ભુરાયા થયા હતા.
સવારથી લોકો લાઈનોમાં ઉભેલા લોકોનો તંત્રનો રોષ કર્મચારીઓ ઉપર ઠલવાઈ રહ્યો હતો.

(12:07 pm IST)