Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કાંકરેજના ઉંબરી ગામે વાવઝોડા સાથે વરસાદ ખાબક્યો : ઝાડ પડવાથી ત્રણ ભેંસોના મોત

દોઢ લાખથી વધુની કિંમતની ત્રણ ભેસો મોત થતા ખેડૂત પરિવાર પર આભ ફાટ્યું

કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે બપોરે અચાનક વરસાદ સાથે વાવાઝોડું આવતા ઝાડ પડવાથી ત્રણ ભેંસોના મોત થતા ખેડૂત પરીવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

  વાવાઝોડા સાથે વરસાદ આવતા ઉંબરી ગામે ત્રણ ભેસો મૃત્યુને ભેટી હતી.તેમાં વનુભા લક્ષ્‍મણસિંહ વાઘેલાની બે ભેસો અને દુદુભા રેખજી વાઘેલાની એક ભેંસ મૃત્યુ પામી હતી ત્યારે દોઢ લાખ ઉપરની કિંમતની ત્રણ ભેસો મોતને ભેંટતા આ ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્‌યું હતું

(10:08 pm IST)