Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ગુજરાતની ખાલી પડેલી સાત વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની કાલે તારીખ જાહેરાત થવાની શકયતા

બંને પક્ષો પેટા ચૂંટણી માટે મુરતિયા ફાઈનલ કરવાની કવાયત

 

અમદાવાદ : લોકસભાની ચૂંટણી બાદ ફરીથી રાજ્યમાં રાજકીય માહોલ જામશે. વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો પર ચૂંટણી યોજાવા માટેની તારીખની કાલે જાહેરાત થવાની શકયતા છે

  . લોકસભા ચૂંટણી બાદ ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ આવી હતી. હવે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પેટા ચૂંટણી માટે મુરતિયા ફાઈનલ કરવાની કવાયત પણ તેજ કરી છે. પેટા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ બંને પક્ષ ઉમેદવાર ફાઈનલ કરવાની કવાયત વધુ તેજ બનાવશે. બાયડ, રાધનપુર, ખેરાલુ, અમરાઈવાડી, મોરવા હડફ અને થરાદ. સાત વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

(9:52 pm IST)