Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ડીસામાં અજાણ્યા શખ્સોએ 2 રીક્ષામાં તોડફોડ કરીને સળગાવી:પાવર હાઉસની સામે મોડી રાત્રે જુની અદાવતમાં અજાણ્યા શખ્સોની કરતૂત

 

ડીસામાં મોડીરાત્રે બે રીક્ષાને સળગાવી દેવાની ઘટના સામે આવી હતી.મળતી વિગત મુજબ ડીસાના પાવર હાઉસની સામે મોડી રાત્રે જુની અદાવતમાં અજાણ્યા શખ્સો દ્વારા 2 રીક્ષામાં તોડફોડ કરી સળગાવી દેવામાં આવી હતી.

  ઘટનાને પગલે આસપાસમાં રહેતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકો દ્વાર સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટું નુકસાન થતા અટક્યું હતું. ત્યારે સ્થાનિકો દ્વારા પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ડીસા દક્ષિણ પોલીસે સ્થળ પર પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

(1:01 am IST)