Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અમદાવાદની જુદા-જુદા મલ્ટીપ્લેક્ષમાં આરોગ્ય વિભાગની ફ્લાઈંગ સ્કોર્ડનું ચેકીંગ :વાસી ખોરાક મળ્યો :ચીઝના નમૂના લીધા

 

    ફોટો arogya

અમદાવાદ:શહેરના જુદા જુદા મલ્ટીપ્લેક્ષ ખાતે આરોગ્ય વિભાગની ફ્લાઈંગ સ્કોર્ડે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બાપુનગર ખાતે આવેલી સીટી ગોલ્ડ સિનેમા, નિકોલની રાજહંસ સિનેમા સહિતની અનેક થીયેટરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

  અમદાવાદ વન મોલ ખાતે આવેલા સીનેપોલીસ મોલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ વિભાગને એસ્પાયર થયેલું ફૂડ મળી આવ્યું છે. જેને લઈને નોટીસ પાઠવવામાં આવી છે. ચીઝના નમૂના પણ લેવામાં આવ્યા છે. જેને ચકાસણી માટે મોકલવામાં આવ્યા  હતા. જે બાદ તેના રીપોર્ટ આધારે તપાસ કરવામાં આવશે.

(12:23 am IST)