Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ગુજરાતમાં 'નારી' નામની ગાયની વિશિષ્ટ પ્રજાતિ:રંગે સફેદ 30 હજાર ગાયોનું ચોમાસા પછી ઉત્તર ગુજરાત તરફ પ્રયાણ

અમદાવાદ :ગુજરાતમાં 'નારી' નામની ગાયની વિશિષ્ટ પ્રજાતિ જોવા મળે છે. આ પ્રજાતિની નોંધણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહિસાગર જિલ્લામાં પણ આ ગાયો જોવા મળે છે. ચોમાસા પછી 30 હજાર જેટલી ગાયો સ્થળાંતર કરી ઉત્તર ગુજરાત તરફ આવે છે. આ ગાયની પ્રજાતિ રંગે સંપૂર્ણ સફેદ છે. નારી ગાય મૂળ રાજસ્થાનના સિરોહી અને પાલી જિલ્લામાં જોવા મળે છે.

(12:19 am IST)