Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વિશ્વની વિશાળ ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્ચ ફ્રાઈસની ડિશ બનાવાશે

બ્લાઇન્ડ પીપલ્સના અંધ વિદ્યાર્થીઓ સહભાગી થશેઃ અમદાવાદના હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ એક દિવસમાં બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ બનાવવાનો પ્રયાસો કરી શકે છે

અમદાવાદ, તા.૨૦: અમદાવાદ સ્થિત હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ આગામી તા.૨૨મી સપ્ટેમ્બરે શહેરની રાઇફલ કલબ,ખાનપુર ખાતે એક અનોખો વિશ્વવિક્રમ બનાવવા જઇ રહી છે. હેલી એન્ડ ચિલી કાફેના સીઇઓ અને ચેરમેન ચંદ્રેશ બાયડના માર્ગદર્શન હેઠળ ૩૦થી વધુ જણાંનો સ્ટાફ, શેફ સહિતના માણસો વિશ્વની સૌથી વિશાળ ફ્રેન્ચ ફ્રાઇઝ અને ફ્રેન્ચ ફ્રાઇસ ડિશ બનાવી વર્લ્ડરેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. આ પ્રસંગે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ પણ હાજર રહેશે. આ પ્રંસગે બ્લાઇન્ડ પીપલ્સ એસોસીએશનના ૧૦૦ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

         આ અનોખા વિશ્વવિક્રમ અંગે હેલી એન્ડ ચિલીના સીઈઓ અને ચેરમેન ચંદ્રેશ બાયડ તથા મેનેજિંગ ડિરેક્ટર અર્પિત મહેતાએ મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે, આગામી તા.૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ અમે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તોડવાના બે પ્રયાસ કરીશું, જેમાં એક રેકોર્ડ માટેના પ્રયાસમાં તેઓ વિશ્વની સૌથી વિશાળ ૧૦ કિલો અને ૧૦ ફૂટ લાંબી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશે અને બીજા રેકોર્ડ માટેના પ્રયાસમાં ૬૫૦ કિલો વજન ધરાવતી વિશ્વની સૌથી વિશાળ ફ્રેન્ચ ફ્રાઈસ ડિશ માટે બનાવવાનો કરશે. તેમણે કહ્યું હતું કે એશિયા બુક ઓફ રેકોર્ડસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ સાથે જોડાઈને હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ રાઈફલ ક્લબ ખાતે બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તોડવા પ્રયાસ કરશે. ચેરમેન ચંદ્રેશ બાયડે વધુમાં ઉમેર્યું કે, આ વર્લ્ડરેકોર્ડ બનાવવા માટે ૪ થી ૫ કલાકનો સમય લાગશે અને તેના માટે ૩૦ સમર્પિત સભ્યોની ટીમ સામેલ રહેશે. જજ તરીકે એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાંથી ખાસ જજ આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહેશે. ૧૦૦ અંધ વિદ્યાર્થીઓને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાંથી આ સ્પર્ધામાં સામેલ થવા આમંત્રિત કરાયા છે. એની સાથે આ ઈવેન્ટ ભારતની પ્રથમ ફ્રેન્ચ ફ્રાઈઝ ચેલેન્જ કોમ્પિટિશન પણ બનશે. હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક અનોખી પ્રોડક્ટસ પણ લોન્ચ કરવા માગે છે જેમકે ૨૦ ફ્લેવર્સમાં-૧ ફૂટની ફ્રેન્ચ ફ્રાઈઝ, ભારતની પ્રથમ ખાઈ પી શકાય એવી કોફી, ભારતની પ્રથમ સ્વીટ એન્ડ સ્પાઈસી કોફી, પ્રથમ એવી બ્રેડ વિનાની સેન્ડવીચ,ખાઈ પી શકાય એવા થિક શેક્સ વગેરે. કંપની દ્વારા ભારતના પ્રથમ એવા ક્લબ ફોગ ઈફેેટ સાથેના નવા કાફે કન્સેપ્ટ અને હેલોવીન થીમ આધારિત પાર્ટી કન્સેપ્ટ પણ લોન્ચ કરાશે. કંપનીનો હેતુ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ૧૦૦ આઉટલેટ શરૂ કરવાનો છે. હેલી એન્ડ ચિલી ભારતભરમાં પ્રિમિયમ કાફે ફ્રેન્ચાઈઝ આપે છે. કંપની ઈનોવેશનમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિબદ્ધ છે અને હાઈ ક્વોલિટી પ્રોડક્ટસ અને સર્વિસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૪ બ્રાન્ચીસમાં પૂરી પાડે છે. 

(11:05 pm IST)