Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અમદાવાદમાં વિશ્વનો સૌથી મોટો મોમો ફુડ્સ ફેસ્ટિવલ યોજાશે

ફુડ આઇટમ મોમોને લઇ અનોખો રેકોર્ડ સર્જાશેઃ સ્વાદના રસિયા માટે ૩૦૦થી વધુ મોમોની વિવિધતાઓ ઉપલબ્ધ બનાવાશે : માસ્ટર શેફ અદિતીની ખાસ હાજરી

અમદાવાદ,તા.૨૦: અમદાવાદ શહેરમાં આગામી તા.૨૨ અને ૨૩ સપ્ટેમ્બર દરમ્યાન ફુડ ફેસ્ટીવલનો એક અનોખો રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. વિશ્વનો સૌથી મહા મોમો ફેસ્ટીવલ સૌપ્રથમવાર અમદાવાદમાં યોજાવા જઇ રહ્યો છે. જેમાં ૩૦૦થી વધુ પ્રકારના મોમો એક જ મંચ પર રજૂ કરવામાં આવશે. મોમો એક ખાસ પ્રકારની મેંદામાંથી બનાવેલી સમોસા જેવી વાનગી છે, જે દિલ્હી, નોઇડા, ચંદીગઢ, મુંબઇ સહિતના અનેક શહેરોમાં હવે દિન પ્રતિદિન લોકોમાં ખૂૂબ જ લોકપ્રિય અને મનભાવન બનતી જાય છે. તેથી ગુજરાતમાં પણ ફુડપ્રેમી જનતાને મોમો ફુડની લુત્ફ ઉઠાવવા મળે તે હેતુથી ગોબઝિંગા દ્વારા વિશ્વના સૌથી મહા મોમો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે એમ અત્રે ગોબઝિંગાના સહ-સંસ્થાપક શાંતનુ વર્મા અને અર્જુન કપૂરે જણાવ્યું હતું. નોંધનીય છે, અનોખા રેકોર્ડ સમા આ વિશ્વના સૌથી મોટા મહા મોમો ફુડ ફેસ્ટીવલમાં માસ્ટર શેફ ઇન્ડિયાની વિજેતા અદિતી ભૂટિયામદાન પણ પધારી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત અને તેમાંય ખાસ કરીને અમદાવાદીઓ ભોજન અને સ્વાદના શોખીન છે. સમગ્ર દેશમાં ગુજરાત સ્વાદના રસિયાઓ અને ફુડ પ્રેમી તરીકેની એક આગવી ઓળખ ધરાવે છે. તે હેતુથી આગામી તા.૨૨-૨૩ સપ્ટેમ્બર દરમ્યાન ધ ગ્રીન પર્લ, સિંધુભવન રોડ પર આવો અને ભારતભરના સૌથી ક્રેઝી, સૌથી તાજા અને મનભાવન મોમોના સ્વાદમાં ડૂબી જાઓની થીમ પર આ વિશ્વનો સૌથી મોટો મોમો ફુડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખો મોમો ફુડ ફેસ્ટીવલમાં ચાકલેટ મોમોથી લઇને પિજ્જા મોમો સુધીની યાદી લાંબી છે. ભલે તમે શાકાહારી હોવ કે માંસાહારી, ગોબઝિંગા મોમો ફેસ્ટિવલમાં સ્વાદના રસિયાઓ માટે ૩૦૦થી વધુ વિવિધતાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે. કેટલાક ખાસ મોમોમાં જૈન સ્પેશ્યલ મોમો, પનીર ટિક્કા મોમો, ક્રીમ પનીર અને ડુંગળીવાળા મોમો, મિર્ચ મોમો, થાઇ કરિ મોમો, બટર ચિકન મોમો પણ સામેલ હશે. મસાલેદાર ચટણીની સાથે ભરેલી પકોડીઓને ખાધા બાદ, માકટેલ બારમાં રજૂ કરવામાં આવેલા તાજામાકટેલનો આનંદ માણવા મળશે આ ફુડ ફેસ્ટીવલમાં. જેમાં દેશભરના વિક્રેતા અને ઉત્કૃષ્ટ સ્વાદની રજૂઆત કરનારા વેન્ડર્સ સ્ટોલ લગાવશે. આ ફેસ્ટિવલમાં માસ્ટર શેફ ઇન્ડિયાની વિજેતા અદિતી ભૂટિયામદાન પણ પધારી રહી છે. ગોબઝિંગાના સહ-સંસ્થાપક શાંતનુ વર્મા અને અર્જુન કપૂરે વધુમાં ઉમેર્યું કે, અમને વિશ્વાસ છે કે અમે અમદાવાદના લોકોની સામે એવા મોમો રજૂ કરીશું જે તેમણે પહેલા કદી પણ ખાધા નહી હોય. મોમોનો આ ચમત્કાર ફુડ પ્રેમીઓને આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દેશે. એટલું જ નહી, ફુડ પ્રેમીઓ મોમોની લુત્ફની સાથે સાથે મ્યુઝિક-મસ્તીની સંગત માટે મ્યુઝિક બેન્ડ માસ્ટર્સ રાહુલ પ્રજાપતિ, અંકિત મેવાડા ,આયુષ ક્ષત્રિય અને પથિક ચોપડા જેવા કલાકારો ધ ગ્રીન પર્લમાં લાઇવ પ્રદર્શન કરવામાં આવશે. જેને લઇ ફુડ ફેસ્ટીવલમાં આવનારા લોકોને સંપૂર્ણ મનોરંજન પણ પ્રાપ્ય બનશે.

(11:05 pm IST)
  • રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૨૨મીએ અમદાવાદની મુલાકાતે access_time 3:18 pm IST

  • સુરેન્દ્રનગર:માલવણ વિરમગામ હાઈવે પર અકસમાત :કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતઓને ગંભીર ઇજા:ઇજાગ્રસ્તોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા access_time 10:51 pm IST

  • શેરબજારમાં ચાલુ સપ્તાહે માઠીઅસર :ત્રણ દિવસમાં રોકાણકારોની અબજોની સંપત્તિ ઘટી :બુધવારે સેન્સેક્સ 169.45 પોઈન્ટ,જ્યારે નિફ્ટી 44.55 પોઈન્ટના ઘટાડા સાથે અનુક્રમે 37,121.22 અને 11,234.35 પર બંધ :આંકડા મુજબ સપ્તાહના ત્રણ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં 3.62 લાખ કરોડનો ખાડો પડ્યો : સેન્સેક્સ લગભગ બે મહિનાના નિચલા સ્તરે : બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની સંપત્તિ શુક્રવારથી 3 લાખ 62 હજાર 357.15 કરોડ રૂપિયા ઘટી 1 કરોડ 52 લાખ 73 હજાર 265 કરોડ રૂપિયા રહીં access_time 1:04 am IST