Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વલસાડ જિલ્લાના કીકરલા ગામનો ઉપસરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

 

વલસાડ જિલ્લાના કીકરલા ગામનો ઉપસરપંચ અલ્પેશ રાઠોડને વલસાડ એસીબીએ રૂપિયા 11 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે  ફરિયાદીએ દુકાન ભાડે રાખી હોવાથી દુકાન ચલાવવા જરૂરી એનઓસી આપવા પેટે લાંચ માંગી હતી એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચિયો  ઉપસરપંચ અલ્પેશ રાઠોડ આબાદ ઝડપાયો  હતો વલસાડ એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:55 pm IST)