Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ગુજરાતથી મહારાષ્ટ્રના 11 બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઈન ફાયનલ

સુરત ટર્મિનલની આખી ઇમારત ડાયમંડ આકારની હશે

નેશનલ હાઇસ્પીડ રેલ કોરિડોર કોર્પોરેશને અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનના સુરત અને વાપી ટર્મીનલની ડીઝાઇન ફાયનલ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં બિલીમોરા ટર્મીનલ માટેની ડીઝાઇન ફાયનલ કરવામાં આવશે. સુરતને દેશના ડાયમંડ સિટીથી ઓળખવામાં આવે છે. તેથી ટર્મિનલની આખી ઈમારત ડાયમંડ આકારની હશે. એકથી વધારે ડાયમંડ એક સાથે રાખવામાં આવ્યા હોય એવું બહારથી દેખાશે.

(10:36 pm IST)
  • એક સાથે બે સિસ્ટમ્સ સક્રિય : આવતીકાલથી પંજાબ સહિત ૫ રાજયોમાં વરસાદી તાંડવની શકયતા: બંગાળના અખાત મધ્યે ડીપ ડીપ્રેશન બન્યુ છે : પશ્ચિમી હિમાલય ઉપર પણ મોટી હલચલ હવામાનને અસર કરશે : પંજાબ - દિલ્હી - હરિયાણા - ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડશે : ૧૫ દિવસ ચોમાસુ : છવાયેલુ રહેશે : આવતીકાલે ૨૧ થી ૨૪ વચ્ચે પંજાબ - હરિયાણાના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે : કેટલેક સ્થળે ભારે વર્ષા access_time 3:20 pm IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST

  • અંબાજીથી દર્શન કરી પરત આવતા ટેમ્પોમાં મોડાસાના ઝાલોદર પાસે પદયાત્રીઓના જનરેટર બ્લાસ્ટમાં થતા ૧પ થી વધુ પદયાત્રીઓ દાજયા : આ યાત્રીકો અંબાજી મહીસાગર જતા હતા ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયાઃ ઘાયલોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા access_time 1:37 pm IST