Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

આણંદના જીટોડિયામાં આરોપીએ કોર્ટમાં બીજા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર

આણંદ:જિલ્લાના જીટોડીયા કોર્ટ ખાતે એક બનાવે ચકચાર મચાવી હતી. આણંદ સીટી પોલીસ મથકે છ માસ પહેલા નોંધાયેલ એક હત્યાના ઈરાદે હુમલામાં પોલીસે એક ઈસમની અટકાયત કરી હતી. 
આ ઈસમને જીલ્લા જેલ બિલોદરા ખાતે કસ્ટડીમાં રાખવામં આવ્યો હતો. આ ઈસમની મુદત હોવાથી પોલીસ તેને કોર્ટમાં રજુ કરવા લાવી હતી.
જ્યારે આ ઈસમે બીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જે નીચે પડતા તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

(5:01 pm IST)