Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સુરતના ગોડાદરામાં ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર ખેડૂતની ધરપકડ

સુરત:ગોડાદરામાં બોગસ પાવર ઓર્ફ એર્ટનીની આધારે ખોડીયાર નગર સોસાયટી બનાવીને જમીન પચાવી પાડવાની દોઢ વર્ષ અગાઉ ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સહિત ૧૪ સામે નોંધાયેલી ફરિયાદમાં તપાસ કરી રહેલ સીઆઇડી ક્રાઇમે આજે ખેડુત ચંપક લાડની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ લીધા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોડાદરાના સુથાર ફળિયામાં રહેતા ગોપાળ ધનજીભાઇ લાડ અને તેમના કાકા ઠાકોર લાડની ગોડાદરામાં જ સ્વંત્રત માલિકીની જમીન આવેલી હતી.આ જમીનમાં ગોપાળ ભાઇની દિકરી ઉષાબેનનું નામ ૭-૧૨ ના રેકર્ડમાં દાખલ થયુ હતુ.

(5:00 pm IST)