Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ચેઇન સ્નેચિંગને લઈને થયો નવો કાયદો: પ્રયત્ન કરનારને પાંચથી દસ વર્ષ સુધીની સજા કરવાનો સરકારનો હુકમ

અમદાવાદ:ચેઇન સ્નેચીંગ કે ચેઇન સ્નેચીંગનો પ્રયત્ન કરનાર વ્યક્તિને ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વધુમાં વધુ ૧૦ વર્ષ સુધીની સખત કેદ તેમજ ૨૫ હજાર દંડ કરાશે. વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ફોજદારી કાયદો ગુજરાત સુધારી વિધેયકને રજૂ કર્યુ હતું. 
જેને વિરોધ પક્ષ કોંગ્રેસે પણ સમર્થન કરતા આ વિધેયક વિના વિરોધે પસાર થયું હતું. મહિલાઓનાં મંગળસૂત્ર, ચેઇન અને ઘરેણા જેવી ચેઇન સ્નેચીંગની ઘટનાઓને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઈપીસીમાં નવી કલમો ઉમેરીને આરોપીઓને કડક સજા આપવાનો નિર્ણય કરાયો છે.

મંત્રી જાડેજાએ આ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, મહિલાઓનાં ગળામાં હાથ નાખનારાઓને સરકાર છોડશે નહીં. રાજ્યની મહિલાઓ શાંતિ, સુરક્ષા અને સલામતી અનુભવે તે માટે પોલીસ દળમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૯૭૪૯ જેટલી મહિલાઓની ભરતી કરાઈ છે. જેથી કોઈપણ ગુનામાં પોલીસ સ્ટેશનમાં પગથીયા ચઢવા માટે મહિલાઓને ભય રહેતો નથી.

(5:00 pm IST)