Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

આણંદમાં અગમ્ય કારણોસર એમએસસીની વિદ્યાર્થિનીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આણંદ: શહેરના સી. પી. કોલેજ પાછળ રહેતી અને એમએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ગઈકાલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લાના વાંસદા ખાતે રહેતી હેમાંગીનીબેન લાલજીભાઈ પટેલ (ઉ. વ. ૨૨)આણંદના સીપી કોલેજ પાછળ આવેલી ડાહ્યાભાઈ પાર્ક સોસાયટીમાં અન્ય વિદ્યાર્થિનીઓ સાથે રહેતી હતી અને આણંદની કોલેજમાં એમએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 
ગઈકાલે સાંજના સુમારે કોઈ ઘરે ના હોય અગમ્ય કારણોસર તેણીએ પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવતાં તેઓ આણંદ દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી એને મૃતકની લાશનો કબજો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(4:59 pm IST)