Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ર૦ ઓકટોબર અને ૧ર નવેમ્‍બરથી સરકારની એકતા યાત્રા

જય સરદાર....સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીને નિમિત બનાવી લોકસભાની ચૂંટણી પહેલા માહોલ જમાવવાનો સરકારનો ઇરાદો : ‘એકતા મેં અનેકતા, ભારત કી વિશેષતા' સંદેશ સાથે ૧૦ હજાર ગામોમાં રથ ફરશેઃ ગામેગામ સભા યોજી શપથ લેવડાવાશે

રાજકોટ તા. ર૦ :  કેવડીયા કોલોની ખાતે નિર્માણ પામી રહેલ પ૮ર ફુટના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી (સરદાર પ્રતિભા)નું અનાવરણ તા. ૩૧ મી ઓકટોબરે સરદાર જયંતીએ થનાર છે. તે પૂર્વે અને પછી એકતાના  માહોલ જમાવવા રાજય સરકાર દ્વારા બે તબકકે એકતા યાત્રા નીકળનાર છે જેની પૂર્વ તેયારી શરૂ થઇ ચૂકી છે. અનાવરણ પ્રસંગને નિમિત બનાવી યોજાનારી એકતા યાત્રાને કેવો રંગ લાગે છે તે તો સમય જ બતાવશે. ર૦૧૯ ના પ્રારંભે આવી રહેલી લોકસભાની ચૂંટણી પૂર્વે સરકારનો આ સૌથી મોટો કાર્યક્રમ હશે.

તા. ૧ થી ૧૦ ઓકટોબર એકતા યાત્રાના પ્રચારાર્થ, અભિયાન ચલાવશે. ર૦ થી ર૯ ઓકટોબર પ્રથમ તબકકાની એકતા યાત્રા નીકળશે. તા. ૩૧ મીએ અનાવરણ બાદ લાભ પાંચમ તા. ૧ર નવેમ્‍બરથી ર૧ નવેમ્‍બર  સુધી બાકીના વિસ્‍તારોમાં બીજા તબકકાની એકતા યાત્રાનું આયોજન છે. યાત્રા માટે જિલ્લાવાર ખાસ રથ બનાવાશે. જેમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રીતમા અને એકતાના સૂત્રો મુકવામાં  આવશે. ગામે ગામે એલઇડી સ્‍કીન પર સરદાર વિષે ફિલ્‍મ બતાવાશે જનસભા કરી દેશની એકતા અખંડિતતા માટે શપથ લેવડાવવામાં આવશે બન્‍ને તબકકાની યાત્રામાં પાંચ-પાંચ હજાર મળી ઓછામાં ઓછા ૧૦ હજાર ગામોને આવરી લેવામાં આવશે. એકતાયાત્રા માટે રાજય સરકારના અધિકારીઓને ખાસ જવાબદારી સોપવામાં આવી છે. યાત્રા દરમિયાન વિવિધ સ્‍થળોએ રાજય અને કેન્‍દ્ર સરકારના મંત્રીઓ સહિતના મહાનુભાવો હાજર રહી એકતાનો અને સરકારનો સંદેશ આપશે.

 

(12:49 pm IST)
  • સાબરમતીમાં ઢગલા મોઢે પ્રદુષિત પાણી ઠલવાય છે :નદીના બ્યુટીફીકેશનના કરોડો રૂપિયાના ખર્ચા ઉપર મોટો ફટકો : ચંદ્ર ભાગા પાસે સાબરમતીમાં ગટરનું પાણી છોડાઈ રહ્યાના અહેવાલો access_time 3:05 pm IST

  • એક સાથે બે સિસ્ટમ્સ સક્રિય : આવતીકાલથી પંજાબ સહિત ૫ રાજયોમાં વરસાદી તાંડવની શકયતા: બંગાળના અખાત મધ્યે ડીપ ડીપ્રેશન બન્યુ છે : પશ્ચિમી હિમાલય ઉપર પણ મોટી હલચલ હવામાનને અસર કરશે : પંજાબ - દિલ્હી - હરિયાણા - ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડશે : ૧૫ દિવસ ચોમાસુ : છવાયેલુ રહેશે : આવતીકાલે ૨૧ થી ૨૪ વચ્ચે પંજાબ - હરિયાણાના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે : કેટલેક સ્થળે ભારે વર્ષા access_time 3:20 pm IST

  • દીવ - દમણના કોંગી પ્રમુખ કેતન પટેલની મુંબઈમાં ધરપકડ : દમણ - દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલની મુંબઈથી ધરપકડ : પોલીસ કેતન પટેલને આજે કોર્ટમાં રજૂ કરશે : તેના પર એક કંપનીના મેનેજર પાસે ખંડણી માંગવાનો આરોપ છે access_time 1:37 pm IST