Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા ન કરી સરકારે પોતાની નિષ્ફળતા છૂપાવી : ધાનાણી

ગાંધીનગર તા. ૨૦ ઃ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના નિયમ ૧૦૬ અંતર્ગત મંત્રીમંડળ વિરુદ્ઘ ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ હતી, જેનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈઙ્ગ પટેલે પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન ઉઠાવીને વિરોધ કર્યો હતો, જેના કારણે અવિશ્વાસની દરખાસ્ત ચર્ચા પર ન લેવાતાં કોંગ્રેસ દ્વારા ગૃહનો વોક-આઉટ કરાયો હતો.

નીતિનભાઈ પટેલે કોંગ્રેસની માગને નિયમ વિરુદ્ઘની જણાવી હતી, જેના જવાબમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકારે પોતાની નિષ્ફળતા છુપાવા માટે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થવા દીધી ન હતી.ઙ્ગ

ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તમામ મોરચે નિષ્ફળ નિવડેલી ભાજપની સરકારના ૨૨ વર્ષના શાસનમાં એક ગરીબ માતાનો દિકરો ભણીગણીનો ડોકટર-એન્જિનિયર કે વકીલ બને તે સ્વપ્ન હવે રોળાતું જાય છે. શિક્ષણના માફિયાકરણથી સરકાર સતત ગરીબ-મધ્યમવર્ગને લૂંટવાનો પ્રયાસ કરતી આવી છે. ગરીબના દિકરાને વગર ડોનેશને, સસ્તી ફીએ કે વિના મુલ્યે શિક્ષણ મેળવવું આજે દોહ્યલું બન્યું છે.(૨૧.૧૯)

(12:43 pm IST)