Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

રેડ બુલ કાર્ટ ફાઈટ-૨૦૧૮નો ગુજરાતના વડોદરા ખાતે પ્રવેશ

૨જીએ એરડાઝ સ્પીડવેમાં સિટી ફાઈનલ યોજાશેઃ રેડ બુલ કાર્ટ ફાઇટને લઇને વડોદરામાં ઉત્સુકતા જામી

અમદાવાદ,તા. ૧૯: રોમાંચક રેસિંગ અનુભવ અને અનોખી એમેચર ગો કાર્ટ ટુર્નામેન્ટ રેડ બુલ કાર્ટ ફાઈટ બીજી આવૃત્તિ સાથે પાછી આવી ગઇ છે. ભારતમાં સૌથી ઝડપી એમેચર કાર્ટ રેસર શોધવા માટે તૈયાર કરવામાં આવેલી આ સ્પર્ધા મુંબઈ અને ગુરગાંવમાં સ્મેશ ખાતે જુલાઈ ૨૦૧૮માં ક્વોલિફાયર્સની ટક્કર સાથે શરૂ થઈને સપ્ટેમ્બર ૨૦૧૮ના પૂર્ણાહુતિ પામશે અને બેંગલોરમાં મેકો કાર્ટોપિયા, હૈદરાબાદ અને ચેન્નાઈમાં વન- ડે ક્વોલિફાયરો અને ૧૬ પ્લસ એજ કેટેગરી માટે એરડાઝ સ્પીડવે ઓક્ટોબરમાં નેશનલ ફાઈનલ્સમાં પરિણમશે. રેડ બુલ કાર્ટ ફાઈટ ૨૦૧૮ માટે બરોડામાં સિંધરોટ વિલેજ, રેસીંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટસ, એરડાઝ સ્પીડવે ખાતે સિટી ક્વોલિફાયર ભારતની સ્ત્રી રેસિંગ સેન્સેશન અને રેડ બુલ એથ્લેટ મીરા એરડાની માલિકીના કાર્ટિંગ એરેના ખાતે ૨૨મી સપ્ટેમ્બરથી ૩૦મી સપ્ટેમ્બર સુધી યોજાશે. સૌથી નોંધનીય વાત એ છે કે, રેડ બુલ એથ્લેટ મીરા એરડા સર્વ છોકરીઓની ટીમ આહુરા રેસિંગની ડ્રાઈવરો સાથે એક દિવસના વર્કશોપની આગેવાની કરશે અને પાર્ટીસીપન્ટ્સને પ્રોત્સાહન પૂરું પાડશે. ઉપરાતં ૧૨ ડ્રાઈવરોને મીરા પાસેથી તેમની ડ્રાઈવિંગ કુશળતાઓ કઈ રીતે સુધારવી તેની પર ટિપ્સ અને ટ્રિક્સ પણ જાણવા અને શીખવા મળશે. રેટ બુલ કાર્ટ ફાઈટની ઓક્ટોબરમાં નેશનલ ફાઈનલ્સ માટે પાત્ર વિજેતા રેડ બુલ કાર્ટ ફાઈટનું લક્ષ્ય એમેચર રેસરો અને રેસિંગના શોખીનોને ર્કાટિંગની હકારાત્મક બાજુને સ્પર્શ કરવા અને સ્પર્ધાત્મક સાથે ટ્રેક પર મોજમસ્તીનો અનુભવ કરવા માટે મોકો આપવાનો છે. તે પડકારજનક યસ મરીના સરકિટ પર તેમની કૌવત સિદ્ધ કરીને દુનિયાના ઉત્કૃષ્ટ એફ૧ ડ્રાઈવરો જોવાનો માનવંતો મોકો પણ આપે છે. રેડ બુલ કાર્ટ નેશનલ ચેમ્પિયન આ વર્ષની એફ૧ ચેમ્પિયનશિપ ૨૦૧૮ અબુ ધાબી ગ્રાન્ડ પ્રિક્સ ૨૦૧૮ની રોમાંચક ગ્રાન્ડ ફિનાલેની અદભુત સર્વ ખર્ચ ચૂકવેલી ટ્રિપ જીતશે. યુરો જે કે સિરીઝમાં સ્પર્ધા કરનારી ભારતની પ્રથમ સ્ત્રી ડ્રાઈવર અને રેડ બુલ એથ્લેટ મીરા એરડા કહે છે, રેડ બુલ સાથે મારો સહયોગ ઉત્તમ રહ્યો છે અને હું રેસરો જે કરવા માગે અને જેના વિશે ઘેલાં હોય છે તે માટે સમર્પિત તરીકે બ્રાન્ડને જોઉં છું. મને ખુશી છે કે તેમણે રેડ બુલ કાર્ટ ફાઈટ રજૂ કરી છે, જે એમેચર ડ્રાઈવરોને રેસ કરવા અને મોજમસ્તીભર્યા છતાં સ્પર્ધાત્મક અનુભવ કરવા માટે ઉત્તમ મોકો આપે છે. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે બરોડાવાસી તરીકે હું તમને બધા લોકોને સ્પીડ માટે પ્રેમ કરવા અને મારા પોતાના હોમ ટ્રેક એરડાઝ સ્પીડવે ખાતે તમારો સૌથી ઝડપી લેપ સ્થાપિત કરવા અપીલ કરું છું. સિટી ક્વોલિફાયર્સમાં સૌથી ઝડપી લેપ ટાઈમિંગ્સને આધારે સિટી ફાઈનલ્સ ઓગસ્ટના આરંભથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં યોજાશે. જેમાં સ્મેશ મુંબઈ અને ગુરગાવ ખાતે અગાઉના મહિનામાં ટોપ ૨૦ પ્રત્યેક શહેરમાં મહિનાના ટોપ ૩ સ્લોટ માટે સ્પર્ધા કરશે. રેસિંગ માટે તેમની લગનીની ઉજવણી કરવા માટે સ્મેશ ખાતે રોજના વિજેતાઓને ખાસ રેડ બુલ કાર્ટ ફાઈટ મર્ચન્ડાઈઝ અપાશે. કુલ ૨૨ રેસરો નેશનલ ફાઈનલ્સમાં સ્પર્ધા કરશે, જેમાં મુંબઈ અને ગુરગાવથી ત્રણ મહિનાના પ્રત્યેકી ટોપ-૩ અને બેન્ગલોર, હૈદરાબાદ, ચેન્નાઈ અને બરોડામાં ક્વોલિફાયર્સના પ્રત્યેકી ૧ વિજેતાનો સમાવેશ રહેશે.

(10:16 pm IST)
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીનુ પોરબંદરમા આગમન:ખારવા સમાજ દ્વારા આયોજીત રામદેવજી મહાપ્રભજીના પ્રાગટ્ય મહોત્સવમા ઉપસ્થિત:કાર્યક્રમમાં જનસભાને પણ સંબોધશે મુખ્યપ્રધાન, માછીમારો માટે 11 કરોડના કામોનું કરશે ખાતમહુર્ત access_time 10:53 pm IST

  • પાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST

  • કરાઈ પાસે સાબરમતી નદીમાં અમદાવાદના 10 યુવકો ડૂબ્યા : ગાંધીનગર નજીક કરાઈ પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના 10 યુવકો ડૂબ્યા : ફાયર બ્રિગેડ દ્વારા 7 યુવકોને બચાવી લેવાયા: બાકીના 3 યુવકોની શોધખોળ શરૂ કરાતા 1 યુવકની લાશ મળી: હજુ પણ 2 યુવકોની શોધખોળ ચાલુ access_time 1:02 am IST