Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગુજરાતના માથે 2 ,17, 338 કરોડનું બાકી જાહેર દેવું :સરકારની કબૂલાત

 

ગાંધીનગર :ગુજરાતના માથે 2 લાખ 17 હજાર 338 કરોડ રૂપિયાનું બાકી જાહેર દેવું છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં જાહેર દેવુ કેટલુ છે અને દેવામાં છેલ્લા બે વર્ષ દરમિયાન વધારો કરવામાં આવ્યો તેવો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછ્યો હતો જેના લેખિત ઉત્તરમાં નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2017 18 માં 2 લાખ 17 હજાર 338 કરોડ રૂપિયા બાકી જાહેર દેવું છે. જ્યારે વર્ષ 2016-17 માં 18 હજાર 595 કરોડ અને વર્ષ 2017-18 ના સુધારેલા અંદાજ મુજબ 18 હજાર કરોડનો વર્ષવાર દેવામાં વધારો થયો હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું છે.

જ્યારે છેલ્લાં બે વર્ષમાં તેના વ્યાજ અને મુદ્દલની માહિતી આપતા નાણા પ્રધાને જણાવ્યું હતું કે વર્ષ 2016- 17માં 16 હજાર 87 કરોડ રૂપિયા વ્યાજ પેટે ચૂકવ્યા છે જ્યારે 9 હજાર 73 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ વર્ષ 2017 – 18 માં 17 હજાર 178 કરોડ રૂપિયા વ્યાજ અને 13 હજાર 701 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવ્યા હોવાનો લેખિત સ્વીકાર કરવામાં આવ્યો હતો

(1:09 am IST)