Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

નલિન કોટડિયા દ્વારા આખરે અરજી : ૨૫મીએ સુનાવણી

નલિન કોટડિયા દ્વારા જામીન માટે અરજી કરાઈ : ચકચારભર્યા મોબ લિંચિંગના કેસમાં સેશન્સ કોર્ટે મહિલા આરોપી રમીલાની જામીન માટે અરજીને આખરે ફગાવી

અમદાવાદ, તા.૧૯ : રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા બિટકોઇન કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ આખરે અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી તા.૨૫મી સપ્ટેમ્બરે હાથ ધરાય તેવી શકયતા છે. ચકચારભર્યા બિટકોઇન કૌભાંડમાં આરોપી પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ કરેલી જામીનઅરજીમાં એવો બચાવ રજૂ કર્યો છે, અરજદારને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવાયા છે કે જયારે તેમની વિરૂધ્ધમાં કોઇ પ્રથમદર્શનીય પુરાવો કે કડી તપાસનીશ એજન્સી પાસે નથી. આ સંજોગોમાં અરજદારને શરતી જામીન પર કોર્ટે મુકત કરવા જોઇએ. કોટડિયા તરફથી અદાલત દ્વારા જામીન માટે જે શરતો નક્કી કરાય તેના પાલન માટેની પણ તૈયારી બતાવાઇ હતી. દરમ્યાન વાડજમાં બાળકો ઉઠાવી જતી ગેંગની સભ્યો સમજી મહિલાઓ પર હુમલો કરી ટોળાના સ્વરૂપમાં એક મહિલાનું મોત નીપજાવવાના ચકચારભર્યા મોબ લીંચીંગ કેસમાં આજે સેશન્સ કોર્ટે મહિલા આરોપી રમીલા ઉર્ફે ચાંચી લાલુભાઇ સોનારાની જામીનઅરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. આરોપી મહિલા રમીલા ઉર્ફે ચાંચી સોનારાની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અરજદાર ભલે મહિલા આરોપી છે પરંતુ તે સમાજના મોબ લીંચીંગના ગંભીર ગુનામાં સંડોવાયેલી છે. વાડજમાં બાળકો ઉઠાવવાની ગેંગ સમજીને ચાર મહિલાઓને ઢોર માર મારી આંતક ફેલાવવાના કૃત્યમાં અરજદાર મહિલા આરોપીની સક્રિય સંડોવણી સામે આવી છે. કાયદો હાથમાં લેવાની કોઇને સત્તા ના હોઇ શકે. વળી, મોબ લીંચીંગના કેસમાં સુપ્રીમકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે ત્યારે કોર્ટે આરોપી મહિલાના જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે રમીલા ઉર્ફે ચાંચીના જામીન ફગાવી દીધા હતા અને તેણીને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

(8:19 pm IST)
  • મહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST

  • સેંકડો પીએસઆઈને રાહત : હવે ઈન્સપેકટરના પ્રમોશન મેળવી શકશે : રાજયના સેંકડો પોલીસ સબ ઈન્સ્પેકટરોને હાઈકોર્ટે મોટી રાહત આપી : પ્રમોશન આપવા ઉપર મૂકેલો સ્ટે હટાવી લીધો : ચુકાદાનો અમલ ૨ ઓકટોબરથી થશે : પ્રમોશનની પ્રક્રિયા હાઈકોર્ટના અંતિમ ચુકાદાને આધીનઃ હવે પીએસઆઈમાંથી પીઆઈ - ઈન્સ્પેકટરનું પ્રમોશન મેળવી શકાશે access_time 3:54 pm IST

  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 3:05 pm IST