Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ડીસા ભીલડી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના : અજાણ્યા વાહનની ટક્કરથી આધેડનું કરૂણમોત

અજાણ્યા વાહને ટક્કર મારતા ડીસાના સરત ગામના રમેશભાઈ રબારીનું મોત

ડીસાથી ભીલડી ફોર વે હાઇવે પર અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક મહામૂલી જિંદગીઓ મોતના મુખમાં  હોમાઈ રહી છે ત્યારે આજે  બપોરના સમયે ડીસાના સરત ગામે રહેતા રમેશભાઈ ડાહ્યાભાઈ રબારી ઉમ્મર વર્ષ 40 ડીસા ભીલડી હાઇવે પર રસ્તો ઓળગતા હતા તે દરમિયાન પુર ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા રમેશભાઈને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા 108 મારફત સારવાર અર્થે ડીસા સિવિલમાં લાવતા તેમનું મોત નીપજ્યું હતું. અને આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી.એમ અર્થે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

   
 
   
(11:49 pm IST)