Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

અમદાવાદના મણિનગરનો હેડ કોન્સ્ટેબલ 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

પ્રોહીબીશનમાં નામ ખુલ્યું છે આગોતરા જમીન માટે સમય અપાશે કહીને લાંચ માંગી

અમદાવાદના મણીનગર પોલીસમાં ફરજ બજાવનાર એક હેડ કોન્સ્ટેબલ 60 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે એસીબીએ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યો છે

  અંગેની વિગત મુજબ અમદાવાદના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર હસમુખ પટેલે એક વ્યક્તિને ઝડપી કહ્યું કે, તારૂ એક પ્રોહિબિશનના કેસમાં નામ ખુલ્યું છે, તારી ધરપકડ કરવામાં આવશે. કોન્સ્ટેબલે વ્યક્તિને ધરપકડથી બચવા માટે ઓફર આપી કે, જ્યાં સુધી તને આગોતરા જામીન મળે ત્યાં સુધી, તને સમય આપવામાં આવશે, તથા તારા ઘરે વારંવાર તપાસના નામે હેરાન પણ નહીં કરવામાં આવે. માટે હેડ કોન્સ્ટેબલે તેની પાસે 60 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

  જોકે, હેડ કોન્સ્ટેબલના દબાણનો ભોગ બનેલ વ્યક્તિએ આખરે મુદ્દે એસીબીને જાણ કરી, અને ફરીયાદ નોંધાવી. એસીબીએ પણ હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડવા પ્લાન બનાવ્યો અને ફરિયાદીને સમજાવી હેડ કોન્સ્ટેબલને પૈસા આપવા મોકલ્યો. સમયે જેવા હેડ કોન્સ્ટેબલે લાંચના પૈસા લીધા તેવું એસીબીએ તેને ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(10:40 pm IST)