Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

આણંદના આંકલાવમાં બહાર આવ્યો છૂત-અછૂતનો કિસ્સો !!: હરિજનોએ પ્રવેશ કરવો નહીંના લાગ્યા બોર્ડ

આમરોલ ગામના શિવજીના મંદિરમાં “હરિજનોએ પ્રવેશ કરવો નહીં” એવું બોર્ડ લાગતા,ઉહાપોહ

 

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આમરોલ ગામના શિવજીના મંદિરમાં “હરિજનોએ પ્રવેશ કરવો નહીં” એવું બોર્ડ લાગતા,ઉહાપોહ સર્જાયો હતો.

  સમાજના અગ્રણીઓએ તો એવો આક્ષેપ લગાવ્યો છે કે પવિત્ર શ્રાવણ માસમાં હરિજનો-દલિતો માટે મંદિરમાં પ્રવેશ રોકવા મંદિરના ટ્રષ્ટિઓએ આ રીતનું બોર્ડ મારી દીધું છે.મંદિરના ટ્રષ્ટિઓએ તો એમ કહ્યું હતું કે તમારે પૈસા જોઈતા હોય તો લઈ જાવ નવું મંદિર બનાવી લો પણ પ્રવેશ તો નહીં જ મળે.બીજી બાજુ આ ધૃણાસ્પદ મામલાને લઈને એ સમાજના લોકોની મંદિરના ટ્રષ્ટિઓ અને ગામના આગેવાનો સાથે બોલાચાલી પણ થઈ હતી

  .સોમવારે સવારે જ્યારે દલિત સમાજના બાળકો આ મંદિરમાં જ્યારે પૂજા કરવા પ્રવેશ્યા ત્યારે એમણે આ રીતના લખાણ વાળુ બોર્ડ વાંચી આ વાત પોતાના ઘરે કરી હતી,ઘરના આગેવાનો જ્યારે મંદિરમાં આ બાબતની પુષ્ટિ કરવા આવ્યા અને બોર્ડ વાંચ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા હતા.

દરમિયાન દલિત સમાજના આગેવાનોએ મંદિરના ટ્રષ્ટિઓ સાથે મુલાકાતનો પ્રયત્ન કર્યો પણ થઈ શક્યો ન હતો.બીજી બાજુ તેઓ એક ટ્રષ્ટિને મળ્યા પણ ખરા પણ એ ટ્રષ્ટિ એ પણ એવો જવાબ આપ્યો કે આ ટ્રસ્ટનો નિર્ણય છે.આ સાંભળી દલિત સમાજના આગેવાનો ઉશ્કેરાયા હતા પણ સ્થાનિક પોલીસે સમયસર ત્યાં પહોંચી જઈ મામલો થાળે પાડયો હતો.આમરોલ ગામના સરપંચ નાગજી શંકર પરમારના જણાવ્યા મુજબ મહાદેવ મંદિરમાં દલિતોને પ્રવેશવા ન દેવા બાબતે બન્ને પક્ષો સાથે વાતચિત કરી ઉકેલ લવાશે.

(10:29 pm IST)