Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સુરતના પુણા વિસ્તારમાં યુવાનની આંગળી કાપીને મોબાઇલ અને 70 હજાર લૂંટી જનાર ગઠિયો ઝડપાયો

ફરાર આરોપી નરેન્દ્ર ઉર્ફે નાનો ભરવાડને પકડવામાં પોલીસને સફળતા

સુરતના પુણા વિસ્તારમાં એપ્રિલ મહિનામાં એક યુવાનનો મોબાઇલ અને ૭૦ હજારની લૂંટ ચલાવી અને ફરાર થયેલ  આરોપીને ક્રાઇમ બ્રાંચ પોલીસે ઝડપી પાડ્યો છે.

 આ અંગેની વિગત મુજબ સુરતના પુણા વિસ્તારમાં એપ્રિલ મહિનામાં આરોપીઓ દ્વારા એક યુવકના પાસેથી મોબાઇલની લૂંટ કર્યા બાદ તેના ખિસ્સામાં રહેલા ૭૦ હજારની માંગણી કરી હતી. માંગણી મુજબ રૂપિયા નહીં આપતા આરોપીઓ ગુસ્સે ભરાયા હતા અને તીક્ષ્‍ણ હથિયારથી ફરિયાદની આંગળીઓ કાપી નાખી હતી.

આ સમગ્ર ઘટનાની ફરિયાદ પૂણા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આખરે ક્રાઇમ બ્રાન્ચને આ ગુનામાં સંડોવાયેલાં આરોપી નરેન્દ્ર ઉર્ફે નાનો ભરવાડને પકડવામાં સફળતા મળી છે.

(9:31 pm IST)