Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગુજરાતમાં આતંકી ઘુસ્યા : પોલીસના સ્ક્રેચના આધારે એક યુવકે ઓળખ્યા હોવાનો દાવો ;શંકમંદની અટકાયત :સઘન પૂછપરછ

સરકારી બસમાં મુસાફરી કરતો અને પોતે અફઘાની હોવાનું જણાવતા યુવકે પોલીસને જાણ કરી હતી

સુરત :ગુજરાતમાં આતંકવાદી ઘૂસ્યાની વાત બાદ પોલીસે એક સ્ક્રેચ રજૂ કર્યો હતો જેના આધારે એક યુવકે પોલીસને આ શંકાસ્પદ અંગે જાણ કરતા  નવસારી અને સુરત પોલીસ દોડતી થઇ હતી. યુવકની જાણકારીના આધારે પોલીસે શકમંદ યુવકને અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
  આ અંગે મળતી વિગત મુજબ સુરતના જાગૃત યુવકે સુરત રૂરલ પોલીસ કંટ્રોલને માહિતી આપતા જણાવ્યું હતું કે, હું બરોડાથી કાલે સરકારી બસમાં બેસેલો હતો ત્યારે મારી બાજુમાં બે માણસો બેસેલા હતા. જે આજે એક ગુજરાતી સમાચાર પ્રત્રમાં છપાયેલા આતંકવાદીના ફોટા છાપેલા છે. તેના જેવા જ બંને દેખાતા હતા. તેઓની દાઢી મુછ નોહતી.
   તેઓને  મેં પૂછતા તેઓ અફઘાનિસ્તાનના છે. તેવું જણાવેલું છે અને તેમને નવસારીની ટીકિટ લીધેલી હતી. તેમની પાસે ઇન્ડિયન ચલણ ઓછું હતું અને વિદેશી ચલણ વધારે હતું. તેમજ બ્લેક કલરની બેગ હતી અને હાથમાં કાંડા ઘડિયાર પહેરેલી જે વિચિત્ર લાગતી હતી.
   પોલીસેને માહિતી મળવાની સાથે જ સુરત રૂરલ પોલીસ અને નવસારી પોલીસ દોડતી થઇ હતી. સુરતથી નવસારી રોડ ઉપર મોટા પ્રમાણમાં ચેકિંગ શરૂ કરી દેવાયું હતું. આ યુવક વડોદરાથી નવસારી બસમાં સવાર હતા. સુરત અને નવસારી પોલીસે આ શંકાસ્પદ યુવકની તપાસ શરૂ કરી છે.

(7:44 pm IST)