Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

બોરસદમાં 42 વર્ષીય આધેડે 8 વર્ષીય બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા અરેરાટી

બોરસદ: શહેરના રાજા મહોલ્લામાં રહેતા એક ૪૨ વર્ષીય પરિણીત યુવાન દ્વારા આઠ વર્ષની બાળાને દૂધની થેલીના બહાને ઘરમાં લઈ જઈને તેણીના કપડા કાઢી બળાત્કાર ગુજારવાનો હિન પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને નરાધમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ ખાતે રહેતી એક ૮ વર્ષીય બાળા ગત ૧૭મી તારીખના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે બહેનપણી સાથે મદ્રેસામાંથી ઘર તરફ પરત જતી હતી ત્યારે એક ચાચાએ તેણીની બહેનપણીને દૂધની થેલી લેવા માટે પૈસા આપી થેલી આપી જવાનું કહ્યું હતુ. જેથી નજીકમાં આવેલી દુકાનેથી દૂધની થેલી લઈને ૮ વર્ષી બાળા આપવા જતાં ચાચાએ તેણીને ઘરમાં બોલાવી લીધી હતી અને લેંઘી કાઢીને શરીર પર હાથ ફેરવી બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જો કે ડઘાઈ ગયેલી બાળાએ ચાચાના હાથે બચકુ ભરી લઈને ત્યાંથી ભાગી છુટી હતી. ઘરે આવીને પોતાના માતા-પિતાને સઘળી વાત જણાવતાં જ તેઓ આ ચાચા કોણ છે તે બતાવવાનું કહેતા બાળા તેમને રાજા મહોલ્લા મસ્જિદની સામે આવેલી અનાજ-કરિયાણાની દુકાનની બાજુમાં રહેતા નાસીરખાન હસનખાન પઠાણના ઘરે લઈ ગઈ હતી અને નાસીરખાનને ઓળખી બતાવ્યો હતો. 

(5:43 pm IST)