Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ખેડા જિલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 43 શખ્સોને એક લાખના મુદામાલ સાથે ઝડપ્યા

ખેડા: જિલ્લામાં વિવિધ સાત ઠેકાણે પોલીસે દરોડા પાડી પત્તાપાનાનો જુગાર રમતાં ૪૩ જુગારીઓને કુલ ૮૨ હજાર ઉપરાંતની રોકડ સાથે ઝડપી પાડીને તેઓની વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા એલસીબી પોલીસની ટીમે ગતરોજ મહુધાના ઉંદરીયા ભાગોળ વિસ્તારમાં આવેલ વાઘરીવાસમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં ૧૬ ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં આકાશભાઈ ઉર્ફે છલ્લી અરવિંદભાઈ વાઘેલા, વિશાલકુમાર બિપીનભાઈ વાઘેલા, નરેન્દ્રકુમાર લાલજીભાઈ વાઘેલા, નરેશકુમાર જયંતિભાઈ વાઘેલા, અરૂણભાઈ છગનભાઈ તળપદા, રણછોડભાઈ પોપટભાઈ વાઘરી, જશુભાઈ ઉર્ફે ભોટી ગોવિંદભાઈ વાઘેલા, પ્રમોદભાઈ ઉર્ફે ભરતભાઈ જગદીશભાઈ વાઘેલા, અરવિંદભાઈ રામાભાઈ સોઢા, રમેશભાઈ રામાભાઈ સોઢા, શૈલેષભાઈ હરમાનભાઈ રાઠોડ, મુકેશભાઈ ઉર્ફે મુકો નટુભાઈ વાઘેલા, મુકેશકુમાર ઉર્ફે ઉમેશભાઈ ગોવરધનભાઈ વાઘેલા, રણજીતકુમાર ઉર્ફે ભનીયો ઉદેસિંહ ગોહેલ, રમેશભાઈ અંબાલાલ બારૈયા અને વિજયભાઈ નટુભાઈ વાઘેલા (તમામ રહે-મહુધા,ઉંદરીયા ભાગોળ, વાઘરીવાસ)નો સમાવેશ થાય છે. તેઓની અંગજડતીમાંથી ૨૭,૫૨૦ તેમજ દાવ પરથી ૮૪૫૦ મળી કુલ ૩૫,૯૭૦ની રોકડ મળી આવતાં પોલીસે જપ્ત કરી પકડાયેલા તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:42 pm IST)