Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પાલનપુરના માધુપુરા નજીક બીજી પત્ની લઇ આવવાની જીદમાં પતિએ પ્રથમ પત્નીને મારઝૂડ કરી કાઢી મુકતા પોલીસ ફરિયાદ

પાલનપુર: શહેરના માધુપુરા રોડ ઉપર આવોલ ગોવિંદાગ્રીન સોસાયટીમાંપતિથી અલગ રહેતી ૩૨ વર્ષીય પરિણીતા વર્ષાબેન બાબુભારથી ગોસ્વામીએ પાલનપુર મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ પ્રવિણપુરી ચંદ્રપુરી ગોસ્વામી, સસરા ચંદ્રપુરી ઉર્ફે ચંદનપુરી શંકરપુરી ગૌસ્વામી, સાસુ લીલાબેન ચંદ્રપુરી ગૌસ્વામી, દિયર કમલેશપુરી ચંદ્રપુરી ગૌસ્વામી અને દેરાણી રેખાબેન કમલેશપુરી તમામ રહે.જયવીર સોસાયટી ગણેશપુરા પાલનપુરવાળા વિરુદ્ધ શારિરીક અને માનસિક ત્રાસ ગુજારવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ પ્રવિણપુરી બીજી પત્ની લાવવા માટે દારૃ પીને તેને અવાર નવાર ભૂંડી ગાળો બોલી તેમજ મારઝૂટ કરીને શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતો હતો અને અગાઉ તેને સેલફોર્સની ગોળીઓ ઓગાળીને બળજબરી પૂર્વક પીવડાવી હતી. જેમાં તેની હાલત લથડી પડતા સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં પોતાના નવ વર્ષના પુત્રને મારી નાખવાની ધમકી આપીને પોલીસ સમક્ષ ખોટુ નિવેદન લખાવડાવ્યું હતું. જે બાદ તેને ઘરમાંથી તગેડી મુકવામાં આવતા આખરે તેને ન્યાય મેળવવા માટે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)