Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી: ઉપયોગ કરનારને દંડ ફટકારવામાં આવશે

ગાંધીનગર: મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિવિધ કામોને મંજૂરી આપવાની સાથે કોર્પોરેશન વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ બાયલોઝને પણ મંજુર કરી દેવામાં આવ્યો છે એટલે કે શહેરમાં પ૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જાહેર પ્લાસ્ટિક ફેંકવા અને બાળવા ઉપર પણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટના કલેકશન ઉભા કરવાની જવાબદારી પણ વેપારીઓના માથે રહેશે.પ્રથમ તબક્કામાં પ૦૦ અને ત્યારબાદ રપ૦૦ રૂપિયા સુધીના દંડની જોગવાઈ આ બાયલોઝ અંતર્ગત કરવામાં આવી છે.  

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે સામાન્ય સભા મેયર રીટાબેન કેતનકુમાર પટેલની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં સર્વાનુમતે શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ બાયલોઝને પણ મંજુર કરવામાં આવ્યો હતો. જેના પગલે હવે શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ હેન્ડલીંગ રૂલ્સ ર૦૧૬ અંતર્ગત પ૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક કેરીબેગના વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. 

(5:39 pm IST)