Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં વીજ કરંટ લાગતા ક્રિકેટ રમી રહેલ બે બાળકો મોતને ભેટ્યા

અમદાવાદ: શહેરના નાના ચિલોડા વિસ્તારમાં વોટર વર્કસ પાસે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, આ સમયે બાજુમાં આવેલા ઇલેકટ્રીકના થાંભલાને અડકતાં કરંટ લાગતાં બે બાળકના મોત થયા હતા. જો કે એક બાળકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં થાંભલાનો ગાળો ઉડીગયો હતો અને વાયરો ભેગા થઇ ગયા હોવાથી કરંટ  લાગ્યો હોવાનું બહારઆવ્યું છે.

આ કેસની વિગત એવી છે કે નાના ચિલોડા વિસ્તારમાં નદી કિનારે ઢાંકણીપુરા પાસે વોટર વર્કસ નજીક ગઇકાલે સાંજે ૪ વાગે શ્રમજીવી પરિવારના બાળકો ક્રિકેટ રમતા હતા,  આ સમયે બાજુમાં આવેલા ઇલેકટ્રીકના થાંભલાને અચાનક  અડકતાં બે બાળકો ચોંટી ગયા હતા. આ બાળકને બચાવવા જતાં અન્ય એક બાળક કુદરતી રીતે દૂર ફેંકાયો હતો તેનો આબાદ બચાવ થયો હતો, જ્યારે નાના ચિલાડામાં ઢાંકણીપુરા પાસે રબારીવાસમાં રહેતા અંકિત જોગેન્દ્રભાઇ શર્મા (ઉ.વ. ૬) અને વિજય ગોપાલભાઇ ઠાકોર (ઉ.વ.૮)ને ગંભીર અસર થતાં ઘટનાસ્થળે તકફડીયા મારીને મોતને ભેટયા હતા.

(5:36 pm IST)