Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સ્પિનિંગ સેક્ટર પણ મંદીના ભરડામાં :હજારો લોકોની પર બેરોજગારીની લટકતી તલવાર

મંદીના કારણે કપાસની ખરીદી પર સીધી અસર થવાની શકયતા

અમદાવાદ :ઓટો ઉદ્યોગની કારમી મંદીની ચોતરફ ચર્ચાવાછે સ્પિનિંગ સેક્ટરમાં પણ મંદીનું સંકટ ઘેરાઈ રહ્યુ છે. દેશમાં જે સ્પિનિંગ મિલ શરૂ છે તે મંદીનો સામનો કરી રહી છે

  જાણકારોના માનવા મુજબ  સ્પિનિંગ સેક્ટરમાં મંદીનું સંકટ દૂર નહીં થાય તો હજારો લોકોની નોકરી પર સંકટ તોળાઈ શકે છે. આ પહેલા 2010 અને 2011માં સ્પિનિંગ સેક્ટરમાં આ પ્રકારની મંદી આવી હતી

  . મળતી માહિતી પ્રમાણે જીએસટી અને અન્ય ટેક્સના કારણે ભારતના સ્પિનિંગ માર્કેટ પર અસર પડી છે. એપ્રિલથી જૂન સુધી કોર્ટન યાર્નની નિકાસમાં 34.6 ટકાનો ઘટાડો થયો હતો.જ્યારે જૂન માસમાં કોર્ટન યાર્નની નિકાસ 50 ટકાના ઘટાડા સાથે તળીયે પહોંચી હતી. સ્પિનિંગમાં આવેલી મંદીના કારણે કપાસની ખરીદી પર સીધી અસર થવાની છે.

, સ્પિનિંગ સેક્ટરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 કરોડ લોકોને રોજગારી મળે છે. ખેતી બાદ સૌથી વધારે રોજગારી સ્પિનિંગ સેક્ટરમાંથી મળે છે. જેથી સ્પિનિંગમાં આવેલી મંદીથી અનેક લોકો બેરોજગાર થવાની તૈયારીમાં છે.

(1:23 pm IST)