Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

કોંગ્રેસ દ્વારા આજે રાજ્યભરમાં વૃક્ષારોપણ

રાજીવ ગાંધીની ૭૫મી જ્ન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો

અમદાવાદ તા. ૨૦ : ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭૫મી જન્મજયંતિના અવસર પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કર્યુ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ કે રાજીવ જયંતિના અવસર પર મંગળવારે રાજ્યભરમાં વૃક્ષારોપણ થશે. તાલુકા , જીલ્લા અને રાજ્ય સ્તરે વકતૃત્વ સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત પહેલીવાર મતદારોનુ સન્માન , જીલ્લા અને રાજ્યસ્તરે યુવા પ્રતિભાઓનુ  સન્માન કરવામાં આવશે. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ઓનલાઇન વીડીયો સ્પર્ધા, તાલુકા જીલ્લા અને રાજ્ય સ્તરે સદભાવના દોડ, સાંસ્કૃતિક કાર્યક્રમ રકતદાન કેમ્પ, મેડીકલ કેમ્પ અને અંગદાન શિબિરનુ આયોજન થશે.

તેમણે જણાવ્યુ કે મહાત્મા ગાંધીની  ૧૫મી જન્મ જયંતિ ના અવસર પર ગાંધીજીના  મુલ્યો અને સિધ્ધાંતોની સાથે સાથે સત્ય, અહિંસા , શાંતિ અને પ્રેમના સંદેશાનો પ્રચાર પ્રસાર કરવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બે ઐતિહાસિક સ્થળોએથી ગાંધી સંદેશ યાત્રા શરૂ કરવામાં આવશે. ૨૭ મી સપ્ટેમ્બરથી ગાંધી સુધી આયોજીત થનારી આ યાત્રા દાંડી થી સાબરમતી આશ્રમ સુધી યોજાશે.

(1:19 pm IST)