Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગુજરાતને મહત્તમ હાઇએલર્ટ પર મુકયું

નવી દિલ્હીઃ તહેવારો ઉપર આતંકવાદી હુમલાના સ્પષ્ટ નિર્દેશોના પગલે સમગ્ર ગુજરાતને હાઇએલર્ટ ઉપર સતત રાખવામાં આવ્યું છે. ઇન્ટેલીજન્સ બ્યુરોએ ગુજરાત ઉપર ત્રાસવાદી હુમલો થવા અંગે સતત એલર્ટ  આપેલ છે. દરમિયાન ૪ ત્રાસવાદીઓ ભારતમાં ઘુસ્યાના હેવાલોના પગલે દેશભરની સુરક્ષા એજન્સીઓ મહત્તમ એલર્ટ રાખી રહી છે.

(1:18 pm IST)
  • સરકારે અર્ધ સૈનિક દળની નિવૃત્તિ વયમર્યાદા નક્કી કરી ;હવે 60 વર્ષે થશે રિટાયર્ડ :ગૃહ મંત્રાલયનો આ આદેશ દિલ્હી હાઇકોર્ટના જાન્યુઆરીના ચુકાદા બાદ કરાયો :હાઇકોર્ટે કેન્દ્ર સરકીરને કહ્યું હતું કે તમામ રેન્ક માટે એક સેવા નિવૃત્તિ વાય નિર્ધારિત કરો access_time 1:02 am IST

  • પી. ચિદમ્બરમને બે કલાકમાં હાજર થવા નોટિસ :ચિદમ્બરમના ઘરે પહોંચેલી ઇડી અને સીબીઆઈ ટીમ ખાલી હાથ પાછી ફરતા સીબીઆઈએ બે કલાકમાં હાજર થવા નોટિસ ફટકારી : . INX મીડિયા કેસમાં હાઇકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી છે.સાથે જ ઇડી અને સીબીઆઇ જલ્દી જ ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે access_time 1:14 am IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો મોટો નિર્ણંય :એક હેકટર જમીન ધરાવતા પૂર પ્રભાવિત ખેડૂતોની લોન માફ કરાશે :સીએમ ફડનવીસે કહ્યું કે જે લોકોના ઘર પુરમાં તારાજ થયા છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાશે access_time 1:09 am IST