Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

લદ્દાખના ખાલસી શહેરમાં આયોજિત ગ્રીન હિમાલય કાર્યક્રમમાં SGVP ગુરુકુલના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની ઉપસ્થિતિ

અમદાવાદ તા. 20: SGVP ગુરુકુલના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી હાલમાં લેહ-લદ્દાખની મુલાકાતે પધાર્યા છે. લદ્દાખના બાટાલિક ક્ષેત્રની પાસે ખાલસી શહેરમાં ગ્રીન હિમાલય પ્રોજેક્ટ અંતર્ગત ગોગ્રીન ગોઓર્ગેિનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ હતા માનનીય દ્રિકુજ્જ ચેતસંગ રિમ્પોછે. આ કાર્યક્રમમાં સ્વામી શ્રી માધવપ્રિયદાસજી એવં ભીખ્ખુ સંઘસેનાજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા.

લદ્દાખમાં લોકો માનનીય દ્રિકુજ્જ ચેતસંગ રિમ્પોછેને દલાઈ લામા જેટલું સન્માન આપે છે. એમણે ગ્રીન હિમાલય પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા હિમાલયમાં સવા કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આ પ્રસંગે આયોજિત સભામાં આદરણીય દ્રિકુજ્જ ચેતસંગ રિમ્પોછેજીએ પૂજ્ય માધવપ્રિયદાસજીનો આભાર માનતા કહ્યું હતું કે, ‘આપ અહીંથી સેંકડો માઇલ દૂર ગુજરાતથી અમને પ્રોત્સાહિત કરવા પધાર્યા એનો અમને આનંદ છે અને અમે આપનો આભાર માનીએ છીએ.’ આમ કહી તેઓશ્રીએ સ્વામી શ્રીમાધવપ્રયિદાસજીનું સન્માન કર્યું હતું.

સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, આપે હાથ ધરેલું આ વૃક્ષારોપણનું કાર્ય દાદ માગી લે તેવું છે. આપના આ કાર્યમાં SGVP ગુરુકુલ પરિવાર સહભાગી થશે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ પૂજ્ય માધવપ્રિયદાસજીનું દ્રિકુજ્જ ચેતસંગ રિમ્પોછેજીએ સન્માન કર્યું હતું.

 

(1:02 pm IST)