Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રાજ્યમાં હવે ભારે વાહનો માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની પરીક્ષા આપવી પડશે

સરકાર દ્વારા હેવી વ્હીકલના લાયસન્સ માટે ટેસ્ટ ટ્રેક બનવવાની તૈયારી :મોટા શહેરોમાં ટેસ્ટ ટ્રેક બનાવાશે

રાજયમાં વાહન લાયસન્સ મેળવવા માટે ડ્રાયવિંગ ટેસ્ટ ટ્રેકની પરીક્ષા  ફક્ત 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકોને જ લાગુ પડતી હતી. જ્યારે હેવી વ્હીકલ જેવા કે ટ્રક, બસ, જેવા લાયસન્સની પરીક્ષા લેવામાં આવતી ના હતી. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા હેવી વ્હીકલના લાયસન્સ માટે ટેસ્ટ ટ્રેક બનવવાની તૈયારીઓ શરૂ કરી . આ ટેસ્ટ ટ્રેક સંપૂર્ણ કોમ્પ્યુટરથી સંચાલિત હશે.

  રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં હેવી એટલે કે ભારે વાહનો માટે ખાસ લાયસન્સની સુવિધા કરવામાં આવશે. પહેલાની વાત કરવામાં આવે તો ભારે વાહનોના લાયસન્સ મેળવવા માટે ફકત અરજી જ કરવામાં આવતી હતી. પરંતુ હવે આ સિસ્ટમમાં ભારે બદલાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં પાયલોટ પ્રોજેકટ રૂપે રાજ્યમાં 4 જેટલા ભારે વાહનોના ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવશે. જેમાં અમદાવાદના બાવળા, રાજકોટ, કચ્છ, ગોધરા અને સુરત ખાતે ભારે વાહનો માટે ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે. આમ, પાયલોટ પ્રોજેકટ બાદ સમગ્ર રાજ્યમાં આરટીઓ પ્રમાણે ભારે વાહનોના ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં ભારે વાહનોથી અનેક અકસ્માતની ઘટના થઈ છે. જેથી હેવી લાયસન્સ ધારકોને કાબુમાં રાખવા અને જેને સંપૂર્ણ રીતે ભારે વાહનો ચલાવતા આવડતું જશે તેમને જ હેવી ડ્રાયવીંગ લાયસન્સ આપવામાં આવશે. આમ રાજ્ય સરકારે ભારે વાહનોના ટ્રાફિક નિયમન માટે નવી પોલિસી તૈયાર કરી છે.ભારે વાહનો માટે બનાવવામાં આવતો ટેસ્ટ ટ્રેક હાઇવે પર જ બનાવવામાં આવશે જેથી લાયસન્સ માટે અરજી કરતા તમામ ટ્રક અને બસ ડ્રાયવર ને સરળતા રહે. જેથી શહેરમાં નો એન્ટ્રી ના નિયમો લાગુ પડશે નહીં.

(12:08 pm IST)