Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ડીસામાં મહેસુલ કર્મચારીઓએ કાળીપટ્ટી કલેકટર કચેરીએ સુત્રોચાર કર્યા

26મીએ માસ સીએલ અને 29 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પાડશે

 

ડીસા ;ડીસામાં મહેસુલ વિભાગના કર્મચારીઓએ કાળીપટ્ટી બાંધીને કલેકટર કચેરીએ સુત્રોચાર કરીને પોતાની પડતર માંગણી અંગે યોગ્ય કરવા  હતા

   રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાંયો ચડાવી છે. રેવન્યુ તલાટીને પંચાયત વિભાગ સાથે મર્જ કરવા ઉપરાંત જિલ્લામાં જગ્યા હોવા છતાં અન્ય જિલ્લામાં બદલી કરવા અંગે વાંધો ઉઠાવ્યો છે. જે તે જિલ્લાના કર્મચારીઓને પોતાના જિલ્લામાં મુકવા સહિત કુલ 17 મુદ્દાઓની માગણીઓને લઈ સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
જો કે અંગે કોઈ નિર્ણય કરતાં મહેસુલ વિભાગના કર્મચારીઓએ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચારો કર્યા હતા. ઉપરાંત 26 ઓગસ્ટે તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જવાનો તો 29 ઓગસ્ટે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

(12:09 am IST)