Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સુરતમાં નિવૃત આર્મીમેનના દિકરીની અનોખી પહેલ ;દરરોજ ગરીબ બાળકોને કરાવે છે નિઃશુલ્ક અભ્યાસ

સ્કૂલ શિક્ષિકા -આર્મીમેનની પુત્રી ગીતાસિંહ છેલ્લા ત્રણ વર્ષથી શ્રમિક બાળકોને ભણાવે છે

 સુરતમાં રહેતા નિવૃત આર્મીમેનના દિકરી ગીતાસિંહની અનોખી પહેલ રંગ લાવી છે  પિતાએ દેશસેવામાં જીવન વ્યતિત કર્યુ. તો દિકરી હવે ગરીબ શ્રમિકોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે છેલ્લા 3 વર્ષથી સતત મહેનત કરી રહ્યા છે
    સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ગીતાસિંહની. ગીતા સિંહ જે એક સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે બાદ સાંજે 6 થી 7 દરરોજ ગરીબ શ્રમિકોના બાળકોને નિશુલ્ક અભ્યાસ કરાવે છે. પહેલા ગરીબ શ્રમિકોને તેમના બાળકોનું અભ્યાસનું મહત્વ સમજાવીને ગીતાસિંહે બાળકોને શિક્ષણ પાછળ થતો ખર્ચ પણ પોતે ઉઠાવીને આ ઝૂંબેશ શરૂ કરી છે
   શરૂઆતમાં ઓછા બાળકો હતા. હવે 25 બાળકો અભ્યાસ માટે આવતા થયા છે. ગીતાસિંહ નજીકના એક મંદિરના મેદાનમાં બાળકોને અભ્યાસ કરાવતા હતા. જેથી તેમના જુસ્સાને જોઇને મંદિર પ્રસાશને પણ તેમને મદદ કરીને મંદિરના મેદાનની જગ્યા બાળકોના અભ્યાસ માટે આપી છે. તો સ્થાનિકો પણ હવે ગીતાસિંહને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે. આમ ગરીબ શ્રમિકોના બાળકોને અભ્યાસ કરાવવાનો આ પ્રયાસ હવે સાર્થક થવા લાગ્યો છે.

(10:26 pm IST)