Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

આંતકી હુમલાના એલર્ટ વચ્ચે ખંગેલા ચેક પોસ્ટ સીલ કરાઈ

બુલેટપ્રુફ જેકેટ અને હથિયારોથી સજ્જ એસઆરપીની ટુકડી ઉપરાંત 50 થી વધુ જવાનો તૈનાત

અમદાવાદ : ગુજરાતમાં આંતકી હુમલાના એલર્ટ વચ્ચે સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લાને સંલગ્ન મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખાંગેલા સરહદ સીલ કરવામાં આવી છે.
   ખંગેલા ચેકપોસ્ટ પર બુલેટપ્રુફ જેકેટ અને હથિયારો સાથે સજ્જ એસઆરપીની એક ટુકડી અને પોલીસ હેડકવાર્ટરના સ્ટાફ સહિત 50 ઉપરાંતના જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો સરહદી વિસ્તારમાં સીસીટીવી લગાવવાની કામગીરી પણ ચાલી રહી છે.

(9:59 pm IST)