Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સુરતના કિમ રેલવે સ્ટેશને આરપીએફના જવાન બન્યો દેવદૂત : બે મહિલાઓના જીવ બચાવ્યા ; કરાયું સન્માન

ચોક્કસ સમયે રેલવે ટ્રેક પરથી દોડીને ખેંચી લેતા બે મહિલાનો જીવ બચી ગયો

 

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે રેલવે ફાટક પર ફરજ બજાવતો આર.પી.એફ જવાન બે મહિલાઓ માટે દેવદુત બન્યો હતો. રેલવે ફાટક ક્રોસ કરતી વખતે બે મહિલાઓ માલવાહન ટ્રેનની અડફેટે આવતા બચાવી હતી. જવાનની સતર્કતાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. રવીન્દ્રએ મહિલાને ચોક્કસ સમયે રેલવે ટ્રેક પરથી દોડીને ખેંચી લેતા મહિલાનો જીવ બચી ગયો હતો. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ છે. રેલવે અધિકારીઓએ જવાનનું સન્માન કર્યુ હતું

(9:55 pm IST)