Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

કામરેજના નેત્રંગ ગામમાં બ્રહમકમળના ફૂલના દર્શને ઉમટયાં લોકો: શ્રાવણ માસમાં જ ખીલતું હોય છે બ્રહમકમળ

કામરેજ :હિંદુ સમાજના પવિત્ર શ્રાવણ માસમાં સૌ કોઇ પ્રભુભકિતિમાં લીન બની ગયાં છે. ભોળાનાથ શંભુને રીઝવવા માટે શિવાલયોમાં ભકતોની ભીડ ઉમટી રહી છે. તેવામાં સુરતના કામરેજ પાસે આવેલાં નેત્રંગ ગામમાં બ્રહમકમળના ફૂલના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં.

સુરતના કામરેજના નેત્રંગ ગામે બ્રહ્મ કમળનું ફૂલ ખીલ્યું હોવાની જાણ થતાં શ્રધ્ધાળુઓ તેના દર્શન માટે ઉમટી પડયાં હતાં. રંજનબેન મહેતાના ઘરના વાડામાં લોકોએ રાત્રી દરમ્યાન પૂજાપાઠ કર્યા હતાં. ૧૦૦ છોડમાંથી ફક્ત એક છોડ પર બ્રહ્મ કમળ ખીલતું હોવાની લોકવાયકા છે. આ ઉપરાંત ફક્ત શ્રાવણ માસ દરમ્યાન જ છોડ પર બ્રહ્મ કમળ ફૂલ ખીલે છે. ભકતોએ ભકિતભાવથી ફૂલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

(8:27 am IST)