Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગાંધીનગર મહાપાલિકા દ્વારા પ૦ માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેંચાણ ઉપર પ્રતિબંધ

ગાંધીનગર :ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ મૂકવામાં આવ્યો છે. 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારને પ્રથમ તબક્કામાં 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી વખતે 1000 રૂપિયા અને ત્રીજી વખત પકડાતા 2500 રૂપિયાનો દંડ કરાશે. ઉપરાંત સામાન્ય સભામાં રંગમંચના ભાડાઓમા વધારો કરવામાંની દરખાસ્ત મુકવામાં આવી હતી અને કોર્પોરેશનના સભ્યોના પગાર ભથ્થા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. મેયર રીટાબેન પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્યસભાની બેઠક બપોરે મળી હતી, જેમાં તમામ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર ખોલાશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે અમદાવાદમાં CIPETમાં રહેતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યાં તેમણે 4 નવી CIPETની જાહેરાત કરી હતી. ભાવનગર, વલસાડ અને સાણંદમાં CIPETના નવા 4 સ્કીલ ડેવલપમેન્ટ કેન્દ્ર ખોલાશે. પ્લાસ્ટિક ઉદ્યોગનો જે વ્પાપ વધી રહ્યો છે ત્યારે ઔદ્યોગિક વિસ્તારોમાં પ્લાસ્ટિક ઉદ્યોગોને વધુ ફાયદો થાય તે માટે સ્કીલ્ડ યુવાનો મળી રહે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ એક વખત ઉપયોગમાં આવે તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પણ સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 2 ઓક્ટોબરે એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા તમામે જોડાવું પડશે. પ્લાસ્ટિક ઉત્પાદનોમાં 92 ટકા પ્લાસ્ટિક રીસાયકલ થાય છે જ્યારે 8 ટકા પ્લાસ્ટિક રિસાયકલ થતું નથી જેના કારણે પ્રદુષણ વધે છે ત્યારે માટે પણ રીસર્ચ થવું જરુરી છે જેથી કરીને લોકોને લાભ થાય. આગામી દિવસોમાં કેમિકલ ઉદ્યોગોને લઇને CIPET જેવી સંસ્થા શરુ કરાશે. જેમાંથી એક અમદાવાદમાં પણ ખૂલશે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી. દેશનું સૌપ્રથમ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જીનીયરીંગ અને ટેકનોલોજીની શરુઆત અમદાવાદના વટવામાં કરાશે જેથી કરીને કેમિકલ ઉદ્યોગોને સીધો લાભ મળી રહે. જો વટવામાં શક્ય નહિ બને તો પછી તેને સુરત માં ખોલાશે. દેશમાં અમદાવાદ, બેંગાલુરુ, પટના અને વારાણસીમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર નિર્માણ કરાશે.

પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે AMCની લાલ આંખ

પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બે દિવસથી કાર્યવાહી કરી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પણ તપાસ કરાઈ છે. બે દિવસ પૂર્વે 968 સ્થળે ચેકિંગ કરી 21 દુકાનો સીલ કરાઇ હતી. કેટલાય સ્થળેથી પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો પશ્ચિમ ઝોનમાં કેટલીક દુકાનો-ગોડાઉન પણ સીલ કરાયા છે.

(5:28 pm IST)
  • એલઓસી પર પાક.ની નાપાક હરકતઃ ફાયરીંગ કરતાં ભારતીય જવાન શહીદઃ ભારતનો વળતો પ્રહાર access_time 3:56 pm IST

  • નાણમંત્રીએ અખબારના કાગળ પરની આયાત શુલ્ક પાછો ખેંચવાની માંગ ફગાવી :10 ટકા શુલ્ક આપવો પડશે :નાણામંત્રી નિર્મલા સીતારામને અખબારી કાગળ પરનો 10 ટકા આયાત શુલ્ક પરત લેવાનો ઇન્કાર કર્યો access_time 1:15 am IST

  • સુબ્રતો પાર્ક સ્થિત એરફોર્સ ઓડીટોરીયમમાં ઉપકરણોના સ્વદેશી કરણની કોશીશો ઉપરના પુસ્તકોનું એરચીફ શ્રી ધનોઆએ દિલ્હીમાં વિમોચન કર્યું : પાકિસ્તાનની દરેક હલચલ પર નજરઃ દરેક સ્થિતિને પહોંચી વળવા એરફોર્સ તૈયારઃ અમે પુરી રીતે સર્તક છીએઃ ડીફેન્સ સીસ્ટમની જવાબદારી અમારીઃ ધનોઆ access_time 3:54 pm IST