Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

બપોર બાદ સુરત જિલ્લાને ધમરોળતા મેઘરાજા :બારડોલી,મહુવા અને કડોદરા પંથકમાં વરસાદ

વાતાવરણમાં ઠંડક પ્રસરી :રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાયા ;વાહન ચાલકોને લાઈટ ચાલુ કરવા ફરજ પડી

 

સુરતના વિવિધ તાલુકાઓમાં બપોર બાદ વરસાદનું પુનઃઆગમન થયું હતું. લાંબા સમયના વિરામ બાદ જિલ્લાના બારડોલી, મહુવાકડોદરા સહિતના પંથકમાં વરસાદ શરૂ થયો હતો. જીલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

 બારડોલી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.સાથે મહુવા, કિમ, કડોદરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. વાહન ચાલકોને પણ વરસાદને કારણે વાહનોની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી.

(9:32 pm IST)