Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અમરેલી એસપી અને પીએસઆઇ વચ્ચેના વકરેલો વિવાદી મામલોઃ દુધનું દુધ અને પાણીનું પાણી કરવા ભાવનગર રેન્જ આઇજીપી નરસિમ્હા કોમારે અમરેલી ડીવાયએસપી મોણપરાને તપાસ સુપ્રત કરીઃ પીએસઆઇ ગોસાઇ અમરેલી થી ભાવનગર બદલાયા

રાજકોટઃ અમરેલી સીટી પીએસઆઇ શ્રી ગોસાઇ દ્વારા અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાય સામે માર મારવાનો આરોપ મુકી હોસ્પિટલમાં દાખલ થવાની ચકચારી ઘટના તથા તે સંદર્ભે નિર્લિપ્ત રાયે સંબંધક પીએસઆઇ ખોટા આક્ષેપ કરી રહ્યાનું બેધડક રીતે જણાવી અને પડકાર ફેકતા વિવાદી બનેલ મામલામાં દુધનું દુધ અને પાણીનું પાણી કરવા માટે ભાવનગર રેન્જ આઇજીપી નરસિમ્હા કોમારે અમરેલી ડીવાયએસપી શ્રી મોણપરા જેવા ઉચ્ચ અધિકારીને તપાસ સૂપ્રત કરવા સાથે સંબંધ પીએસઆઇ શ્રી ગોસાઇને અમરેલીથી ભાવનગર બદલ્યા છે. ઉકત બાબતે ભાવનગર રેન્જ આઇજી નરસિમ્હા કોમારનો સંપર્ક સાધતા અકિલા સાથેની વાતચીતમાં ઉકત બાબતને તેઓએ સમર્થન આપ્યુ હતુ.

સુત્રમાંથી સાંપડતા નિર્દેશ મુજબ એક માથાભારે શખ્સને પકડવા માટે પ્રથમ એસપીએ સૂચના આપી હતી સુત્રમાં ચર્ચાતી વાતો મુજબ સબંધંક પીએસઆઇએ તેનો અમલ કર્યો ન હતો વિશેષમાં ચર્ચાતી વાતો મુજબ આરોપીની ધરપકડ કરવા, રીમાન્ડ પર લેવા વિગેરે બાબતોએ એસપી આપેલી સુચનાનો અમલ કર્યો ન હતો.ચર્ચાતી વાતો મુજબ અમરેલી એસપી ત્યારબાદ સીટી પોલીસ સ્ટેશને પહોંચી જઇ સબંધક પીએસઆઇને ઠપકો આપ્યો હતો.જ્યારે પીએસઆઇનો આરોપ એવો હતો કે અમરેલી એસપી દ્વારા તેને મારમારવામાં આવ્યો હતો.રાજકીય અખાડા જેવા અમરેલીમાં કોઇ અધિકારી ટકતુ નથી અને વારમવાર પોલીસ પર બીટકોઇન્સ જેવા મામલે આરોપો થતા હોય ગૃહખાતા દ્વારા લાબી વિચારણા બાદ અમરેલી એસપી પદે નિર્લિપ્ત રાયને મુકવાનો નિર્ણય લેવામાં આવેલ.

(9:13 pm IST)