Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અટલજીના અસ્થિઓનું સાબરમતી સહિત ગુજરાતના ૭ સ્‍થળોઅે વિસર્જન કરાશેઃ અમદાવાદમાં ૨૧મીઅે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

અમદાવાદઃ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની અસ્થિઓ 21 ઓગસ્ટના રોજ ગુજરાતમાં લવાશે. ત્યારે સીએમ સહિત મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહેશે. 21 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન અટલજીની અસ્થિનું 7 સ્થળે વિસર્જન કરવામાં આવશે. 21 ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વર્ગસ્થ અટલજીનો શ્રધ્ધાંજલી કાર્યક્રમ કરવામાં આવશે. અસ્થિ કળશ યાત્રા ખાડિયા ગોલવાડથી થઇ સાબરમતી નદી ખાતે યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 16 ઓગસ્ટે લાંબી બિમારી બાદ પૂર્વ પીએમ અટલજીનું નિધન થયું હતું. 

ગંગા નદીમાં અસ્થિ વિસર્જન
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીની અસ્થિઓનું રવિવારે પવિત્ર નદી ગંગામાં વિસર્જિત કરવામાં આવી હતી. હરિદ્વારના હર પૌડી ઘાટ પર અસ્થિઓનું વિસર્જનના કાર્યક્રમમાં તેમની દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરી હતી. આ દરમિયાન અટલજીનો પરિવાર, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના અનેક મોટા નેતાઓ ઉપસ્થિત હતા. આ પહેલા તેમની અસ્થિ કળસ યાત્રા હરિદ્વારમાં નિકળી હતી, આ દરમિયાન સમગ્ર રસ્તામાં તેમના પર ફૂલ વર્ષા કરી અટલજી અમર હોનો નાદ ગુજ્યો હતો. 

(6:00 pm IST)