Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગાંધીનગરમાં શ્રાવણીયો જુગાર રમતા દસ જુગારીઓને સે-28માંથી 17 હજારના મુદામાલ સાથે ઝડપ્યા

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ જુગારીઓ સક્રિય થયા છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમને સે-ર૮માં જાહેરમાં જુગાર રમતાં દસ જુગારીઓને ૧૭ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જિલ્લામાં સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા જુગારીઓ પકડવા ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. 

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ ઠેકઠેકાણે જુગારીઓ બોર્ડ બેસાડીને જુગાર રમતાં હોય છે ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એલસીબી સહિત તમામ પોલીસને આવા જુગારના કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલી છે ત્યારે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.જીતેન્દ્રસિંહને બાતમી મળી હતી કે સે-ર૮ પ્રેસ સર્કલ ખાતે છાપરામાં લાઈટના છાપરા નીચે જાહેરમાં જુગાર રમાઈ રહયો છે જે બાતમીના આધારે દરોડો પાડી ગોપાલસિંહ જેલસિંહ રાજપૂત રહે.આદિવાડા, શંકર રણછોડભાઈ ગોહિલ, રમેશ મહેરાભાઈ સોલંકી, અરજણ જેઠાભાઈ દંતાણી, લાલજી મનજીભાઈ સોલંકી, રાજુ મફાભાઈ દંતાણી, મફા લાલજી રાવળ, વિજય ચમનભાઈ દંતાણી, મનુ ઉર્ફે મનોજ ભીખાભાઈ દંતાણી અને નગીન કાંતિભાઈ દંતાણી તમામ રહે. સે-ર૮ છાપરાને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી પાડયા હતા.

(5:22 pm IST)