Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વડોદરામાં પાસપોર્ટ કરાવવા 80 હજારની લાંચ લેવાના પ્રકરણમાં ટ્રાવેલ એજન્ટની ધરપકડ

વડોદરા:ઇમરજન્સી સર્ટિફિકેટના આધારે પાસપોર્ટ કઢાવવા માટે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી યુનાઇટેડ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સનો સંચાલક રૂા.૮૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો જ્યારે અમદાવાદના એક એજન્ટની ધરપકડ કરવાના ચક્રો એસીબી દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

લાંચ રુશ્વર વિરોધી શાખાના જણાવ્યા મુજબ ભારતમાંથી ઇમરજન્સી સર્ટિફિકેટ (ઇ.સી.)ના આધારે પાસપોર્ટ કઢાવવા માટે એસીબીમાં ફરિયાદ કરનાર શખ્સે સયાજીગંજ વિસ્તારમાં યુનાઇટેડ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના પ્રોપરાઇટર નિલેશ સદાશીવ તળગાંવકર (રહે.ગીતાંજલી સોસાયટી, નોવીનો-તરસાલી રીંગ રોડ)નો સંપર્ક કર્યો હતો.

સામાન્ય રીતે ઇ.સી.ના આધારે એક પાસપોર્ટ કઢાવવા માટે રૂા.૩ હજાર કાયદેસરની ફી હોય છે પરંતુ નિલેશ તળગાંવકરે એક પાસપોર્ટના રૂા.૮૦ હજાર લેખે ચાર પાસપોર્ટના રૂા.૩.૨૦ લાખની માંગણી કરી હતી.

(5:21 pm IST)